હું કન્યાશાળા નંબર 4 ધોરણ 6 માં ભણતો ત્યારે એક વખત શિક્ષકોને ટાઉનહોલમાં કસુંબીનો રંગ ગાવાનું હતું પણ ઢોલક વગાડવા વાળુ કોઈ ન મળ્યું ત્યારે શાળામાં બધાને પૂછ્યું તો મેં કહ્યું મને આવડે છે બસ ત્યારથી શરૂ થઈ મારી કલા યાત્રા પછી તો જિલ્લા અને રાજ્યકક્ષાએ ઢોલક વગાડવાની સ્પર્ધામાં મે ભાગ લીધો અને ફર્સ્ટ આવ્યો. ત્યારબાદ દિવ્યભાસ્કરના જય હો જૂનાગઢના કાર્યક્રમમાં પણ પર્ફોમન્સ આપ્યા પછી મને શાળામાંથી જ ગાંધીનગર ખાતે વાદનની તાલીમ માટે મોકલ્યો જય હો ગુજરાત પછી મને ઢોલક વગાડવાનું કામ મળતું જેમાં 500 થી 800 મળતા એને લીધે હર્ષદભાઈ વાજા ને ઝોન અબ્રાહીમ ની ફિલ્મ રોનું શૂટિંગ જૂનાગઢમાં હતું ત્યારે એક એક્ટ્રેસની જરૂર પડી જેમાં મારી બહેનનો ચાન્સ લાગ્યો અને હવે તો મને એક ગુજરાતી ફિલ્મમાં પ્રોડક્શન આસિસ્ટન્ટ તરીકેનું કામ મળ્યું છે અત્યારે મારું એક ધૂન મંડળ ચાલે છે જેમાં જે કંઈ મળે એ ગાયોના ચારા માટે આપું છું બાકી ડાયરામાં મારો ઢોલક વગાડીને સારી આવક મેળવવું છું