જૂનાગઢ શહેરના ધમધમતા જયશ્રી રોડ પર દિનદહાડે ચોરવાડના રાજેશ ઉકાભાઇ બાંભણિયા ઉંમર વર્ષ ૩૫ નામના યુવાન ઈજાગ્રસ્ત અને લોહીલુહાણ હાલતમાં પડયો હતો આ અંગે પોલીસને જાણ થતાં પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો પોલીસે તપાસ કરતાં તેનું કમકમાટીભર્યું મોત થયું હતું મૃતકના છાતીના ભાગે બે તિક્ષણ હથિયારના ઘા વડે ઈજા થઈ અને તેમાંથી લોહી નિકળતું જોવા મળ્યું હતું પોલીસે તેમના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી તેની તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે