Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

વેરાવળના આંબલીયાળા ગામના આધેડ પર ફાયરીંગ કરી નાશી જનાર આરોપી ઝડપાયો

વેરાવળના આંબલીયાળા ગામના આધેડ પર ફાયરીંગ કરી નાશી જનાર

આરોપી ઝડપાયો
 શખ્સને ગણતરીના કલાકોમાં હરીયાણાના ફરીદાબાદથી પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ, ગીર સોમનાથ
 
ગઇ તા. ૦૭/૧૦/૨૦૨૨ ના રોજ તાતીવેલાથી આબલીયાળા જતા રસ્તામાં નગાભાઇ અરજણભાઇ બામણીયા જાતે કોળી રહે.આબલીયાળા વાળા પર કોઇ ઇસમ ફાયરીંગ કરી નાશી ગયેલ,અને ફરીયાદીને જીવલેણ ઇજા થતા વેરાવળ સરકારી હોસ્પીટલથી રાજકોટ વધુ સારવાર અર્થે ખસેડવામાં આવેલ અને આ ફાયરીંગના બનાવને લીધે ગ્રામ્ય વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયેલ,
 
જેથી આ બાબતે જુનાગઢ રેન્જ ઇ.ચા. ડી.આઇ.જી.પી.શ્રી નિલેશ જાજડીયા સાહેબ તથા ગીર સોમનાથ પોલીસ
 
અધિક્ષકશ્રી મનોહરસિંહ એન. જાડેજા સાહેબ નાઓએ આ ગુન્હની ગંભીરતાને ધ્યાને લઇ આ પંચરીંગ કરનાર શખ્સને શોધી
 
કાઢવા સખત સુચના આપેલ હોય જે અનુસંધાને,
 
નાયબ પોલીસ અધિક્ષકશ્રી વી.આર.ખેંગાર સા. તથા એલ.સી.બી.ના પો.ઇન્સ. એ.એસ.ચાવડા સા. તથા એસ.ઓ.જી.ના ઇ.ચા. પો.ઇન્સ. એ.બી જાડેજા સા. નાઓએ જીલ્લા પોલીસ વડા મનોહરસિંહ એન. જાડેજા સા.ના માર્ગદર્શન મુજબ એલ.સી.બી./એસ.ઓ.જી./સ્થાનિકપોલીસ સી.સી.ટી.વી. નેત્રમની અલગ અલગ ટીમો બનાવી સદર ાયરીંગ કરી નાશી જનાર શખ્સને પકડવા સમગ્ર જીલ્લામાં નાક બંધી કરવામાં આવેલ, અને ઇજા પામનારની ફરીયાદ આધારે પ્ર.પાટણ પો.સ્ટે. ગુ.ર.નં. ૪૬૦૪૨૦૨૨ આઇ.પી.સી.ક.૩૦૭,૫૦,તથા આર્મ એકટ ક.૨૭(૨),જી.પી.એક્ટ ૧૩૫ મુજબનો ગુનો નોંધવામાં આવેલ.
 
જેમાં સી.સી.ટી.વી. નેત્રમ ટીમ દ્વારા સદર ફાયરીંગ કરી નાશી જનાર ઇસમની બાઇક એફઝેડ મોટરસાઇકલ જેના નંબર જી.જે.૨૫ એ.સી.૯૧૦૩ નંબરની વેરીફાઇ થતા એલ.સી.બી.ના પો.ઇન્સ.શ્રી એ.એસ.ચાવડા સા. તથા એસ.ઓ.જી.ના ઇ.ચા. પો.ઇન્સ. એ.બી જાડેજા સા. એ અંગત બાતમીદારો તથા એલ.સી.બી.ના ટેકનિકલ સર્વેલન્સ દ્વારા માહીતી મળેલ કે આરોપી દિલ્હી હરીયાણા બાજુ નાશી ગયેલ હોય જેથી એલ.સી.બી.ના એ.એસ.આઇ. રામદેવસિંહ જાડેજા તથા અજીતસિંહ પરમાર હેડ કોન્સ.નરેન્દ્રભાઇ પટાટ નાઓએ તાત્કાલિક તપાસમાં મોકલતા તેઓએ ાયરીંગ કરનાર આરોપી સુખદેવ સ./ઓ ભુપતભાઈ શામળાભાઈ ઓડેદરા ઉ.વ.૨૭ રહે.મુળ વનાણા તા રાણાવાવ જી.પોરબંદર હાલ ફરીદાબાદ હરીયાણાને ફરીદાબાદ ખાતેથી પકડી પાડેલ છે અને આરોપીની પુછપરછમાં બનાવનું કારણ ફરીયાદી સાથે પોતાની માતા સંપર્કમાં હોય અને જેના કારણે ઘરમાં અવાર નવાર ઉગ્ર વાતાવરણ થતુ હોય અને આ બાબતથી કંટાળી જઇ આરોપીએ ફરીયાદીને મારવાનું નકકી કરી જેની તૈયારી રૂપે દેશી બનાવટનું હથિયાર ફરીદાબાદથી સાથે લઇ આવેલ અને અગાઉ એક દિવસ આવી ફરીયાદીની રેકી કરી આ કૃત્ય આચરેલનું જણાયેલ છે,
 
આરોપીને ૫ પાટણ પોસ્ટે, સોપવામાં આવેલ અને આ ગુન્હાની તપાસ પો.ઇન્સ.શ્રી પ્ર.પાટણનાઓ ચલાવી રહેલ અને આરોપી અટક કરવામાં આવેલ અને પુરાવાઓ એકત્રિત કરવા સારૂ આરોપીની વધુ પોલીસ કસ્ટડી મળવા સારૂ તપાસ તજવીજ હાથ ધરેલ છે.
 
કામગીરી કરનાર ટીમ (૧) :- એલ.સી.બી. પો.ઇન્સ. એ.એસ ચાવડા સા. તથા એ.એસ.આઇ. મેસુરભાઇ વરૂ, રામદેવસિંહ જાડેજા, અજીતસિંહ પરમાર, નરેન્દ્રભાઇ કછોટ, લાલજી ભણિયા તથા હેડ કોન્સ. નટુભા બસીયા,નરેન્દ્રમાઇ પટાટ, ભુપેન્દ્રસિંહ ચાવડા, પ્રફુલભાઇ વાઢેર, શૈલેષભાઇ ડોડીયા, રાજુભાઇ ગઢીયા, વિરાભાઇ ચાંડેરા, ગોપાલ મકવાણા દેવીબેન રામ, પો.કોન્સ. ઉદયસિંહ સોલંકી, સંદિપભાઇ ઝણકાટ, રાજુ પરમાર,પેરોલ ફર્લો સ્કવોડના એ.એસ.આઇ. જોધુલા, હેડ કોન્સ જયરાજસિંહ, તથા ભાવેશભાઇ મોરી
 
કામગીરી કરનાર ટીમ (૨) :-એસ.ઓ.જી.ના છાયા. પોલીસ ઇન્સ. એ.બી.જાડેજા સા. તથા પો.સબ.ઇન્સ. આર.એચ.મારૂ તથા એ.એસ આઇ ગોવિંદભાઇ વંશ, નરવણસિંહ ગોહીલ, વિજયભાઇ બોરખતરીયા, નારણભાઇ ચાવડા, ઇબ્રાહીમ બાનવા, લખમણભાઇ મેતા, ગોવિંદભાઇ રાઠોડ, કેતનભાઇ જાદવ, હેડ કોન્સ, કમલેશ પીઠીયા, અસ્મિતાબેન ચાવડા, ભુપતગીરી પો.કોન્સ.મેહુલભાઇ
 
કામગીરી કરનાર ટીમ (7) :- સી.સી.ટી.વી. નેત્રમ ટીમના ઇ.ચા. મનિષાબેન ઝાલા, એ.એસ.આઇ., પો.કોન્સ, હીરાભાઇ વાળા તથા જુનિયર એન્જીનિયર ભારતીબેન વાઢેર, વિશાલભાઇ ડાંગર, હિતેશભાઇ કુવાડીયા

संबंधित पोस्ट

 માણેકવાડામાં ઝેરી દવા પી લેનાર માતાના સ્તનપાનથી પુત્રીને ઝેરની અસર થતા મોત

Karnavati 24 News

રાજકોટની કૉર્પોરેશન ઓફિસ પણ હવે સેફ નથી: બે સફાઈ કર્મચારીઓએ કરી ચોરી, કરાયો સસ્પેન્ડ

પુત્રએ પ્રેમલગ્ન કર્યાનો બદલો પિતાની હત્યા!!

Karnavati 24 News

ચાલતી ઓટોમાં હેવાનોએ કર્યો બળાત્કારનો પ્રયાસ તો નર્સે લગાવી છલાંગ, આરોપીઓ ઝડપાયા

Admin

गोली चला के दहशत फैलाकर रंगदारी मांगने के जुर्म में चार अपराधियों को पुलिस ने गिरफ्तार कर भेजा जेल

Admin

 હળવદ : કારમાંથી ઓઈલ લીક થાય છે કહી નજર ચૂકવી ૪૦ લાખ લઈને ગઠીયો છુમંતર

Karnavati 24 News
Translate »