Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

ઝાલોદ તાલુકાના ધાવડીયા આંતરરાજ્ય ચેકપોસ્ટ પરથી પોલીસે 8.51 લાખના વિદેશી દારૂ સહીત બે ને જેલભેગા કર્યા..

ઝાલોદ તાલુકાના ધાવડીયા આંતરરાજ્ય ચેકપોસ્ટ પરથી પોલીસે 8.51 લાખના વિદેશી દારૂ સહીત બે ને જેલભેગા કર્યા..

પોલીસે તલાશી દરમિયાન ટ્રકમાંથી 3.51 લાખનો દારૂ તેમજ પાંચ લાખ રૂપિયાની ટ્રક કબ્જે કરી..
દાહોદ તા.૨૫
દાહોદ જિલ્લાના ઝાલોદ નજીક ધાવડીયા ગામે આંતરરાજ્ય ચેકપોસ્ટ પરથી પોલીસે એક ટ્રકમાંથી રૂા. ૩,૫૧,૨૬૪ના વિદેશી દારૂના જથ્થા સાથે ટ્રકની કિંમત મળી કુલ રૂા.૮,૫૧,૭૬૪ના મુદ્દામાલ સાથે ટ્રકના ચાલક સહિત બેની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે.
ગત તા.૨૪મી ઓક્ટોમ્બરના રોજ ઝાલોદ પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસે ધાવડીયા ગામે ચેકપોસ્ટ પર નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતાં તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક ટ્રક ત્યાંથી પસાર થતાં પોલીસ સાબદી બની હતી અને ટ્રક નજીક આવતાંની સાથે પોલીસે તેને ચારેય તરફથી ઘેરી લઈ ગાડીના ચાલક રાજાઉદીન શાહબુદીન કાજી અને ઈરફાનખાન યુસુફખાન પઠાણ (રહે. રાજસ્થાન) ની અટકાયત કરી ગાડીની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂની પેટીઓ નંગ.૮૯ જેમાં બોટલો નંગ.૩૩૩૬ કિંમત રૂા. ૩,૫૧,૨૬૪ ના વિદેશી દારૂના જથ્થા સાથે ટ્રકની કિંમત મળી કુલ રૂા. ૮,૫૧,૭૬૪ના મુદ્દામાલ સાથે ગાડીના ચાલકની પુછપરછ કરતાં આ વિદેશી દારૂનો જથ્થો અમદાવાદના ઈસમે મંગાવ્યો હોવાનું જણાવતાં ઝાલોદ પોલીસે ઉપરોક્ત ત્રણેય ઈસમો વિરૂધ્ધ ઝાલોદ પોલીસે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

संबंधित पोस्ट

મોટી ખાવડી ખાતે મજુરી કામ કરતા સખ્સે અનેક મહિલાઓની વોટ્સએપમાં પજવણી કરી

Karnavati 24 News

કપડવંજમાં કન્ટેનર ડીપી સાથે અથડાતાં 10 કલાક અંધારપટ બ્રેક ન લાગ્યાની દલીલ, ડ્રાઇવર અને ક્લીનરનો બચાવ

પેરિસથી આવેલા પાર્સલમાં 15 કરોડનું ડ્રગ્સ મળ્યું, મુંબઈ એરપોર્ટ પર DRIની કાર્યવાહી

Admin

 જામનગરની અદાલતે ઉપલેટાના વેપારીને ચેક રીટર્ન કેસમાં એક વર્ષની સજા ફટકારી

Karnavati 24 News

તળાજા નગરપાલિકાના 70 કામદારો ને છુટા કરી દેવામાં આવતા ખળભળાટ મચી ગયો

પેપર લીક મામલે કમલમમાં વિરોધ કરતા આમ આદમી પાર્ટીના નેતાઓને મળ્યા જામીન

Karnavati 24 News
Translate »