Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

બનાવટી IPS બની યુવક યુવતીને કરતો હતો પરેશના, મામલો સાયબર ક્રાઈમ સુધી પહોંચ્યો

અમદાવાદ સાયબર ક્રાઈમમાં આઈપીએસનું ખોટું નામ વટાવીને યુવતીને મેસેજ કરતા યુવક સામું ફરીયાદ દાખલ કરવામાં આવી છે.

અમદાવાદ સાયબર ક્રાઈમમાં અજાણ્યા ઈસમ વિરુદ્ધ ફરીયાદ નોંધવામાં આવી છે. મળતી વિગતો અનુસાર દાણીલીમડા વિસ્તારમાં રહેતી અને ખાનગી કંપનીમાં નોકરી કરતી યુવતીના ફોન પર થોડા સમય પહેલા ઈન્સ્ટાગ્રામ પરથી આઈપીએસની ઓળખ આપી મેસેજ કરનાર શખ્સે યુવતીને જાળમાં ફસાવી હતી. ખોટું બોલીને યુવતી સાથે મેસેજ કરતો હતો અને બિભત્સ મેસેજ કરીને યુવતીને પરેશાન કરતો હતો.

યુવતી આ ઈસમને ઓળખતી ના હોવાથી મેસેજ અને કોલ કરવાની તેને યુવકને ના પાડી દીધી હતી પરંતુ આ ઈસમ દરરોજ અવાર નવાર મેસેજ કરતો હોવાથી યુવતીએ તેનો નંબર બ્લોક કરી દીધો હતો. ત્યાર બાદ હું આઈપીએસ બોલું છું તેમ કહીને યુવતી સાથે મિત્રતા કેળવી હતી. જો કે, યુવતીને શંકા જતા આ ઈસમને વીડીયો કોલ કરવા માટે કહ્યું હતું. પરંતુ આ ઈસમને વીડિયો કોલની ના પાડતા યુવતીએ ફોનિ ઉપાડવાનું બંધ કરી દીધું હતું.

પરંતુ યુવક પરેશાન કરતો તેમજ રાત્રે અશ્લીલ મેસેજ પણ કરતો હતો. અંતે કંટાળીને યુવતીએ સમગ્ર ધટનાની જાણ પોલીસમાં કરી છે. સાયબર ક્રાઈમે ગુનો નોંધીને વધુચ તપાસ હાથ ધરી છે.

संबंधित पोस्ट

મોરબીના વેપારીને લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામે ૨૫ લાખની ખંડણી માંગી ધમકીની ફરિયાદ

Karnavati 24 News

પારડીમાં ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે વિરોધપક્ષના નેતાએ આવેદનપત્ર આપી રજુઆત કરી

Karnavati 24 News

સ્ટોન ક્વોરીના માલિકે આદિવાસી ખેડૂતને કેબલથી ફટકાર્યો, ઘટના પોલીસ સ્ટેશને પહોચી

Karnavati 24 News

રાજસ્થાનમાં શિક્ષકે મારી-મારીને તોડી દીધી વિદ્યાર્થીની કરોડરજ્જૂ, કરવામાં આવ્યા સસ્પેન્ડ

Admin

જૂનાગઢમાં યુવાનની હત્યાના કેસમાં આરોપીને આજીવન કેદની સજા ફટકારતી સેશન્સ કોર્ટ

Karnavati 24 News

દાગીના ચમકાવવાના નામે બે ગઠીયા સોનુ ઓગાળી ફરાર થઈ ગયા

Admin