Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

ગુજરાત ઈલેક્શન 2022 : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા પહોંચ્યા બેટ દ્વારકા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ ગરમ થતો જઈ રહ્યો છે અને આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા બહુચરાજીથી ગૌરવ યાત્રાનો પ્રારંભ જે.પી નડ્ડાએ કરાવ્યો હતો. આ ગૌરવ યાત્રાના બીજા રૂટ દ્વારકાથી પોરબંદર જશે જેને લઈને જે.પી નડ્ડા આજે બેટ દ્વારકા પહોંચ્યા હતા. આ સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ભાજપ ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ પણ સાથે બેટ દ્વારકામાં પહોંચ્યા હતા.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે વેઢે ગણાય તેટલો સમય બાકી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં ગૌરવ યાત્રા કરીને મતદારોને રીઝવવાનો પ્રયાસ કરશે. ગુજરાતમાં છેલ્લા તબક્કાનો પ્રચાર શરૂ થયો હોય તેમ દરેક રાજકીય પક્ષ પુરજોશમાં પ્રચાર કરી રહી છે. જે.પી નડ્ડાએ બેટ દ્વારકા આવીને જ્યાં ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ હતી તેનું નિરીક્ષણ કર્યું હતું અને ભુપેન્દ્ર પટેલના વખાણ કર્યા હતા. આ આગાઉ પીએમ મોદી પણ ભુપેન્દ્ર પટેલની આ કામગીરીના વખાણ કર્યા હતા.

નોંધનીય છે કે ભારતીય જનતા પાર્ટીએ પોતાના પ્રચારની ગતિ તેજ કરી દીધી છે. આજે જે.પી નડ્ડાએ ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો જયારે આવતી કાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગૌરવ યાત્રાના ત્રીજા રૂટનો પ્રારંભ કરાવશે. આ અગાઉ પહેલા પણ ગુજરાતમાં ગૌરવ યાત્રા કાઢવામાં આવી હતી જેની અસર ચૂંટણીના પરિણામ પર થઇ હતી.

संबंधित पोस्ट

 મહેસાણા જિલ્લામાં કોરોનાની સ્થિતિની સમીક્ષા મુદ્દે આજે જિલ્લા પ્રભારી મંત્રી એ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા ભાજપ સંગઠન સાથે તબક્કાવાર બેઠકો યોજી

Karnavati 24 News

જુનાગઢ વાસ્મા ના કર્મયોગી કર્મીઓ ગાંધી જયંતિએ કચેરી ના ઘેરાવ કરવાના મૂડમાં

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ખૂણે ખૂણે રાજકારણ પ્રવેશી ગયું હોય એમ સત્તાધીશો વિદ્યાર્થીઓના હિતને બદલે પોતાની મનસુફીથી વહીવટ ચલાવી રહ્યા હોવાની સ્થિતિ સર્જાઈ છે

Karnavati 24 News

182 સીટના ઉમેદવારનું લિસ્ટ 2022

Admin

આસામ, મણિપુર અને નાગાલેન્ડના કેટલાક વિસ્તારોમાંથી હટ્યું AFSPA, અમિત શાહે કહ્યું- આ ઐતિહાસિક છે

Karnavati 24 News

ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિએ વાપી GIDCની મુલાકાત લીધી

Karnavati 24 News
Translate »