અને જ્યાં સુધી સત્તાધીશો ઉપર પ્રેશર ન આવે ત્યાં સુધી યોગ્ય કાર્યવાહી પણ કરતા નથી. **** યુનિવર્સિટીમાં છેલ્લા પાંચ-પાંચ વર્ષથી કાયમી પ્રોફેસરોની ભરતી કરી નથી, કાયમી પ્રોફેસરો વિના વિદ્યાર્થીઓને કોણ ભણાવશે, કેવું ભણાવશે, વિદ્યાર્થીઓના ભવિષ્યનું શું તેની રતિભાર પણ ચિંતા પાંચ વર્ષ દરમિયાન કુલપતિએ કરી નથી અને બુધવારે વિદ્યાર્થી સંગઠન એબીવીપીએ કુલપતિની ચેમ્બરમાં અઢી કલાક સુધી ધમાલ મચાવી, રામધૂન બોલાવી, સૂત્રોચ્ચાર કરી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરતા સત્તાધીશો દબાણમાં આવતા તાબડતોબ ફાઈલો મગાવી 48 કલાકમાં યુનિવર્સિટીમાં કાયમી પ્રોફેસરોની ભરતી માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવા લેખિત બાંહેધરી આપવી પડી હતી. એકબાજુ પાંચ-પાંચ વર્ષથી ભરતી ન કરી, બીજી બાજુ દબાણ આવતા માત્ર 10 જ મિનિટમાં નિર્ણય લીધો કે 48 કલાકમાં જાહેરાત પ્રસિદ્ધ કરવી. કુલપતિ અને રજિસ્ટ્રાર એક તબક્કે કાયમી ભરતી માટેની લેખિત બાંહેધરી આપવા ઇનકાર કરી દીધો હતો, પરંતુ ઉપકુલપતિએ પોતાના જોખમે, પોતાની જવાબદારીએ 48 કલાકમાં ભરતીની જાહેરાત કરવા લેખિતમાં બાંહેધરી આપી હતી.