Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રમતગમત

તે મારા જીવનની સૌથી સારી ગિફ્ટ છે…જન્મદિવસ પર કોની યાદમાં ભાવુક થયો હાર્દિક પંડ્યા

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલ રાઉન્ડર અને ટી-20 વર્લ્ડકપ 2022માં ભારતીય ટીમના ટ્રમ્પ કાર્ડ હાર્દિક પંડ્યા પોતાનો 29મો જન્મદિવસ મનાવી રહ્યો છે. આ જન્મદિવસ પર તે ભારતીય ટીમ સાથે ઓસ્ટ્રેલિયામાં છે જ્યા ટી-20 વર્લ્ડકપ રમાવાનો છે. જોકે, હાર્દિક પંડ્યાનો પરિવાર ભારતમાં જ છએ. એવામાં જન્મદિવસના દિવસે પણ તે પોતાના પરિવારને મિસ કરી રહ્યો છે અને તેને લઇને એક વીડિયો પણ શેર કર્યો છે.

હાર્દિક પંડ્યાએ વીડિયો શેર કર્યો

હાર્દિક પંડ્યાએ ઇંસ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે પોતાના બેટ અગત્સ્ય સાથે ક્રિકેટ રમતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં અગત્સ્ય ક્યૂટ લાગી રહ્યો છે અને તે પોતાના પિતાનો બેટ પણ ઉઠાવતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોને પંડ્યાની પત્ની નતાશાએ રેકોર્ડ કર્યો છે. આ વીડિયો હાર્દિક પંડ્યાના મુંબઇ સ્થિત ઘરનો છે. આ વીડિયોને શેર કરતા હાર્દિક પંડ્યાએ લખ્યુ કે, પોતાના લિટલ બૉયને જન્મદિવસ પર વધુ મિસ કરી રહ્યો છું. આ મારી જીંદગીની બેસ્ટ ગિફ્ટ છે.

ઓસ્ટ્રેલિયા પહોચતા જ પત્નીની યાદ આવી

મહત્વપૂર્ણ છે કે હાર્દિક પંડ્યાએ આ પહેલા ઓસ્ટ્રેલિયા પહોચતા જ પોતાની પત્ની સાથે પણ તસવીર શેર કરી હતી અને લખ્યુ હતુ કે તે ઘણો મિસ કરી રહ્યો છે. આ તસવીરમાં બન્ને વચ્ચેનો પ્રેમ સ્પષ્ટ જોવા મળે છે. હાર્દિક પંડયાએ વર્ષ 2020માં નતાશા સ્ટેનકોવિક સાથે લગ્ન કર્યા હતા.

નતાશા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. નતાશા પોતાની હોટનેસ અને ગ્લેમરને કારણે જાણીતી છે. તે સુંદરતામાં બોલિવૂડ એક્ટ્રેસને પણ માત આપે છે. હાર્દિક પંડ્યા અને નતાશાને એક પુત્ર પણ છે જેનું નામ અગત્સ્ય છે અને તે ઘણો પ્રેમ કરે છે.

હાર્દિક પંડ્યા ભારતીય ક્રિકેટ ટીમ સાથે ટી-20 વર્લ્ડકપ રમવા માટે ઓસ્ટ્રેલિયામાં છે અને 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામે મેચ રમીને ટૂર્નામેન્ટનો પ્રારંભ કરશે.

संबंधित पोस्ट

 ટીમમાં જગ્યા બનાવવી હોય તો ઘરેલું નહીં, IPL માં સારું પ્રદર્શન કરો: પસંદગીકારોએ આપ્યો આડકતરો સંદેશ

Karnavati 24 News

 નડિયાદમાં રાજ્યકક્ષાની ત્રી દિવસીય એથ્લેટીક્સ સ્પર્ધા યોજાઈ , 1100 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો

Karnavati 24 News

વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, ધવન કેપ્ટન અને જાડેજા વાઇસ કેપ્ટન, કોહલી – શર્મા સહિત સિનિયર ખેલાડીઓને આરામ

Karnavati 24 News

IND Vs WI 2022: ભારતે ચોથી ટી-20 મેચમાં વેસ્ટ ઇન્ડિઝને 59 રનથી હરાવ્યુ, સીરિઝ 3-1થી જીતી

Karnavati 24 News

વિદેશી ક્રિકેટર જેમણે ભારતીય મહિલા સાથે કર્યા લગ્ન, આવી છે લાઇફ

Karnavati 24 News

પ્રો કબડ્ડી લીગ 8: કબડ્ડીના વિવિધ પ્રકારો અને તેના નિયમો, રમવાની પદ્ધતિ વિશે જાણો

Karnavati 24 News
Translate »