Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

જો તમે પણ બજારમાંથી ઘી ખરીદતા હોય તો થઈ જાવ સાવધાન: રાજકોટમાંથી ડુપલીકેટ ઘી બનાવતું કારખાનું ઝડપાયું

હવે લોકોનું સ્વાસ્થ્ય જોખમાયું છે બજારમાંથી હવે ઘી પણ શુદ્ધ નથી મળી રહ્યું. પૈસા કમાવા વેપારીઓ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરે છે. રાજકોટના તરઘડિયા ગામમાંથી ભેળસેળિયું ઘી બનાવી વેચતા કારખાનું ઝડપાયું. ૧૩ લાખનાં ડુપ્લીકેટ ઘી નો જથ્થો જપ્ત કર્યો. મળતી માહિતી અનુસાર એલસીબીના ઈન્ચાર્જ પીએસઆઈ આર.એચ. કોડીયાતરે સ્ટાફના માણસોને મળેલી બાતમીના આધારે કૃષ્ણા ફેટ એન્ડ પ્રોટીન નામના કારખાનામાં દરોડો પાડતા ત્યાંથી પ્યોર થી લખેલા 100 એમ.એલ.ના 480 ડબ્બા, 200 એમ.એલ.ના 480 ડબ્બા, 500 એમ.એલ.ના 289 ડબ્બા, એક લિટરના 240 ડબ્બા, પાંચ લિટરના 24 ડબ્બા મળી આવ્યા હતા.આ ઉપરાંત પ્યોર ઘી જેની ઉપર લખેલું હતું તેવી એક્સપાયરી ડેટના 200 એમ.એલ.ના 40 ડબ્બા, 500 એમ.એલ.ના 101 ડબ્બા, એક લિટરના 41 ડબ્બા અને 15 લિટરનો એક ડબ્બો મળ્યો હતો. એટલું જ નહીં સ્ટીકર વગરના ઘી જેવો પદાર્થ જણાતા 15 લિટરના 136 ડબ્બા ઉપરાંત વેજ. ફેટ લખેલા 15 લિટરના 300 ડબ્બા મળી આવતા આ રીતે કુલ 13.18 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. પોલીસે ફુડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓને જાણ કરતા તેઓ પણ સ્થળે દોડી આવી ડુપ્લીકેટ ઘીના નમૂના લીધા હતા. જેનો રિપોર્ટ આવ્યા બાદ કેસની કરવાની કાર્યવાહી કરવામાં આવવા હોવાનું જણાવ્યું હતું. ઉલેખનિય છે કે, આ જ કારખાનામાંથી 2021ની સાલમાં પણ ભેળસેળયુક્ત થી ઝડપાયું હતું . જે અંગે 2022ની સાલમાં કારખાના માલિક મુકેશ શિવલાલ નથવાણી (ઉં.વ.52, રહે.બાપાસીતારામ ચોક, નંદનવન ફ્લેટ પાસ, મવડી) વિરૂદ્ધ ફુડ એન્ડ ડ્રગ વિભાગે કેસ કર્યો હતો તેમ પોલીસે જણાવ્યું હતું. આજે ઝડપાયેલા મુદ્દામાલ અંગે એફએસએલનો રિપોર્ટ આવ્યા બાદ કારખાના માલિક સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. આજે પોલીસે કરેલી પ્રક્રિયા અંગે કુવાડવા રોડ પોલીસ મથકમાં જાણવા જોગ નોંધ કરી કારખાના માલિકને તપાસના કામે જરૂર પડે ત્યારે આવવા માટે નોટીસ આપી હતી.

संबंधित पोस्ट

जालंधर लुधियाना हाइवे पर हो रहा था जिस्म फरोशी का धंधा 1 काबू

Admin

રાજકોટની કૉર્પોરેશન ઓફિસ પણ હવે સેફ નથી: બે સફાઈ કર્મચારીઓએ કરી ચોરી, કરાયો સસ્પેન્ડ

કતારગામમાં શંકાસીલ પતિનું કારસ્તાન, બાળકો સામે જ પત્નીને પેટ, છાતી અને પગમાં ગોળી મારી

Karnavati 24 News

પુત્રએ પ્રેમલગ્ન કર્યાનો બદલો પિતાની હત્યા!!

Karnavati 24 News

જામનગરમાં વિકાસગૃહ રોડ પર આવેલ ફૂડ ઝોન અને ફરસાણની બે દુકાનમાં એજ સાથે તસ્કરો ત્રાટક્યા

Karnavati 24 News

સુરત: પ્રેમ સંબંધનો ભાંડો ફૂટ્યા બાદ ગ્રીષ્મા મારી સાથે વાત નહોતી કરતી, ફેનિલે પોલીસ સમક્ષ ચોંકાવનારું નિવેદન આપ્યું.!

Karnavati 24 News