Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રમતગમત

IND Vs WI 2022: ભારતે ચોથી ટી-20 મેચમાં વેસ્ટ ઇન્ડિઝને 59 રનથી હરાવ્યુ, સીરિઝ 3-1થી જીતી

IND vs WI Florida T20: ચોથી T20 મેચમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝને 59 રનથી હરાવ્યું. આ જીત સાથે ભારતે 5 T20 મેચોની શ્રેણી જીતી લીધી છે. વાસ્તવમાં આ સિરીઝની 4 મેચ બાદ ભારતીય ટીમ 3-1થી આગળ છે. જ્યારે શ્રેણીની છેલ્લી મેચ રમવાની બાકી છે. આ મેચ ફ્લોરિડામાં રમાઈ હતી, શ્રેણીની છેલ્લી મેચ પણ ફ્લોરિડામાં રમાશે.

ભારતીય ટીમે 20 ઓવરમાં 191 રન બનાવ્યા હતા

આ મેચની વાત કરીએ તો, વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 20 ઓવરમાં 5 વિકેટે 191 રન બનાવ્યા હતા. ભારત તરફથી રિષભ પંતે 44 રન બનાવ્યા હતા. જ્યારે કેપ્ટન રોહિત શર્માએ 33, સૂર્યકુમાર યાદવે 24 અને સંજુ સેમસને 30 રનનું યોગદાન આપ્યું હતું. વેસ્ટ ઈન્ડિઝ તરફથી ઓબેડ મેકકોય અને અલઝારી જોસેફે 2-2 વિકેટ લીધી હતી. આ સિવાય અકીલ હૌસેનને 1 સફળતા મળી હતી.

ભારતના 191 રનનો પીછો કરતા વેસ્ટ ઈન્ડિઝની ટીમ 19.1 ઓવરમાં 132 રનમાં સમેટાઈ ગઈ હતી. વેસ્ટ ઈન્ડિઝ તરફથી કેપ્ટન નિકોલસ પૂરન અને રોવમેન પોવેલે 24-24 રનનું યોગદાન આપ્યું હતું. બાકીના બેટ્સમેનો સારુ પ્રદર્શન કરી શક્યા નહોતા. પરિણામે વેસ્ટ ઇન્ડિઝની ટીમ 59 રનના વિશાળ માર્જિનથી હારી ગઈ હતી. ભારત તરફથી અર્શદીપ સિંહ સૌથી સફળ બોલર રહ્યો હતો. તેણે 3.1 ઓવરમાં 12 રન આપીને 3 ખેલાડીઓને આઉટ કર્યા હતા. જ્યારે આ સિવાય અવેશ ખાન, અક્ષર પટેલ અને રવિ બિશ્નોઈને 2-2 સફળતા મળી હતી.

બીજી તરફ કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતને અત્યાર સુધી કુશ્તીમાં મેડલ પર મેડલ મળી રહ્યા હતા, પરંતુ હવે ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાનો મેડલ પણ નિશ્ચિત થઈ ગયો છે. ટીમ ઈન્ડિયાએ શનિવારે ઈંગ્લેન્ડ સામે રમાયેલી સેમીફાઈનલ મેચમાં 4 રને જીત મેળવી હતી. હવે ફાઇનલમાં ગોલ્ડ મેડલ માટે જંગ થશે. જો તમને અહીં હાર મળે તો પણ સિલ્વર ચોક્કસ છે.

આ મેચ ખૂબ જ રોમાંચક વળાંક પર સમાપ્ત થઈ અને ટીમ ઈન્ડિયાને અંતિમ બોલ પર જઈને ફાઈનલની ટિકિટ મળી ગઈ. છેલ્લી ઓવરમાં ઈંગ્લેન્ડને જીતવા માટે 14 રનની જરૂર હતી અને સ્નેહ રાણાએ ટીમ ઈન્ડિયાની આગેવાની લીધી અને માત્ર 9 રન આપ્યા અને સાથે જ એક વિકેટ પણ લીધી. આ સાથે ભારતે આ મેચ જીતીને ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે.

संबंधित पोस्ट

કોલકાતા પહોચતા જ ઝૂલન ગોસ્વામીનું થયુ ભવ્ય સ્વાગત, મહિલા IPLને લઇને જણાવ્યો પ્લાન

ટીમ ઈન્ડિયામાં સ્થાન ન મેળવનારા 5 લાયક ખેલાડીઓ : સેમસન-ધવનના IPLમાં 400+ રન, નટરાજનની 18 વિકેટ પણ કામમાં આવી નહીં

Karnavati 24 News

વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, ધવન કેપ્ટન અને જાડેજા વાઇસ કેપ્ટન, કોહલી – શર્મા સહિત સિનિયર ખેલાડીઓને આરામ

Karnavati 24 News

જસપ્રીત બુમરાહ ટી-20 વર્લ્ડકપની બહાર થયો,ઇજાને કારણે નહી રમી શકે

IND vs AUS T20: રોહિત શર્માએ જેની પ્રતિભાને ઓળખવામાં ચૂક કરી તે ભારતનું ટેન્શન વધારવા તૈયાર

LLC 2022: પઠાણ ભાઇઓએ મચાવી તબાહી, લિજેન્ડ્સ લીગની પ્લેઓફમાં ભીલવાડા કિંગ્સે મેળવ્યુ સ્થાન

Translate »