રમેશ કાળુભાઈ ધાખડા ગત તા. ૨૭.૫.૨૦૧૯ના રોજ પંથકની વાડી વિસ્તારમાં રહેતી સગીરાને લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઈરાદે ભગાડી જઈ અપહરણ કરી સગીરા ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું. જ્યારે અન્ય રણછોડભાઈ ઉર્ફ મહેશભાઈએ રમેશને મજુરીની વ્યવસ્થા કરી આપી મદદગારી કર્યા સંદર્ભે પોલીસ મથકમાં જે તે સમયે સગીરાના વાલીએ ફરીયાદ આપતા પોલીસે આઈપીસી. ૩૬૬, ૩૬૩, ૩૭૬(આઈ)(એન) તેમજ પોક્સો એક્ટ ૪, ૧૭ અને ક્રીમીનલ લો એમેન્ડમેન્ટ ઓડીનન્સ ૨૦૧૮ની કલમ ૩૭૬(સી-૩) મુજબ ગુનો દાખલ કર્યો હતો. ઉક્ત કેસ ચોથા એડિશનલ સેસન્સ (સ્પે. પોક્સો કોર્ટ)ના જજશ્રી ડી.સી. ત્રિવેદીની અદાલતમાં ચાલી જતા ન્યાયમૂર્તિશ્રીએ ૩૩ દસ્તાવેજી પુરાવા, ૨૫ સાહેદોની જુબાની અને સરકારી વકિલ વિજયભાઈ જી. માંડલીયાની દલીલોને ધ્યાન ઉપર લઈ આરોપી રમેશ કાળુભાઈ ધાખડા (રે. નાના જીંજુડા, તા. સાવરકુંડલા)ને તકસીરવાન ઠરાવી આઈપીસી. ૩૭૬(આઈ)(એન), તેમજ લો એમેન્ડમેન્ટ ઓડીનન્સ ૨૦૧૮ની કલમ ૩૭૬(સી-૩) મુજબના ગુનામાં આજીવન કારાવાસ (આરોપીના બાકી આયુષ્ય સુધી)ની સજા તેમજ ૨૫૦૦૦નો દંડ અને ભોગબનનારને ૫૦ હજાર વળતર ચુકવી આપવા હુકમ ફરમાવ્યો હતો. જ્યારે અન્ય રણછોડભાઈ ઉર્ફે મહેશભાઈ લવજીભાઈને શંકાનો લાભ મળ્યો હતો.
