: મહિલાના પરિવારે તેમના જમાઈ પાસે દાવા પેટે રૂપિયા માંગ્યા હતા. જે રૂપિયા જમાઈ આપી ન શકતા મહિલાના માતા-પિતાએ તેને પિયરમાં બોલાવી ખાટલા સાથે બાંધી દિધી હોવાનું સામે આવ્યુ છે. પોતાની પત્નીને છોડાવવા ગયેલા પતિને પણ તેના સાસરીવાળાએ માર માર્યો હતો. જો કે આ મામલે મહિલાના પતિએ 181 મહિલા હેલ્પ લાઈન(અભયમ) પાદરોનો સંપર્ક સાંધી તેની પત્નીને છોડાવી હતી. મળતી માહિતી અનુસાર, વડોદરા શહેર નજીક આવેલ પાદરા ખાતે રાજસ્થાની પરિવારે પોતાની દિકરીના લગ્ન સમાજના રીતી રિવાજ મુજબ કરાવ્યા હતા. અને તે લગ્નજીવન દરમિયાન મહિલાને બે દિકરીનો જન્મ થયો હતો. પરંતુ મહિલાને દિકરાનો જન્મ ન થતા તેના પહેલા પતિએ છુટાછેડા આપી દિધા હતા. ત્યારબાદ મહિલા તેના માતા-પિતા સાથે રહેતી હતી. જો કે મહિલાના માતા-પિતાએ બીજા યુવક સાથે તેના પુનઃ લગ્ન કરાવી દિધા હતા અને તેના દાવા પેટે રૂ.20 હજારની માંગણી કરી હતી. આ દાવાની માંગણીની રકમ ચુકવવા મહિલાના પતિએ થોડી મદ્દત માંગી હતી. પરંતુ તે રકમ આપી શક્યો ન હતો. જેથી મહિલાના પિતાએ જમાઈને જણાવેલ કે, તે રકમ આપશે તો જ પોતાની દિકરીને સાસરીમાં મોકલશે તેમ કહી દિકરીને સાસરીમાંથી પિયરમાં બોલાવી લીધી હતી. જ્યાં મહિલાનો પતિ તેણી પત્નીને લેવા સાસરીમાં પહોંચ્યા હતો અને સાથે રહેવા તેના સસારા પાસે માંગ કરી હતી. પરંતુ તેમના સસારાએ દિકરીને સાસરીમાં મોકલવાની ના પાડી દિધી હતી. તો બીજી બાજુ મહિલાએ પોતે તેના પતિ સાથે રહેવા જવાની તૈયારી કરતા તેણા પરિવારે તેને દોરીથી ખાટલા સાથે બાંધી હતી.