Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

ગાયક કલાકાર અને ભાજપ નેતા વિજય સુવાડાએ ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી, બાયડમાં નવરાત્રી મહોત્સની મુલાકાત દરમિયાન નિવેદન

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ નેતાઓ લોબિંગ કરી રહ્યા છે. વિધાનસભા બેઠક લડવા માટે અનેક નેતાઓ મેદાને ઉતરી ચૂક્યા છે. મતવિસ્તારમાં જવા લાગ્યા છે અને ટિકિટ મેળવવા પ્રયાસ કરી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી માંથી ભાજપમાં આવેલા વિજય સુવાળાએ ચૂંટણી લડવા અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. વિજય સુવાળાએ કહ્યું કે પાર્ટી ટિકિટ આપશે તો ચોક્કસ ચૂંટણી લડીશ ભાજપનો વિકાસ અને મારી લોક ચાહના મતમાં કન્વર્ટ થશે.

વિજય સુવાળા બાયડ ખાતે નવરાત્રી કાર્યક્રમ બાદ ચૂંટણી લડવાની ઈચ્છા દર્શાવી છે.આ સાથે કહ્યું કે પાર્ટી જ્યાંથી ટીકીટ આપે ત્યાં થી ચૂંટણી લડીશ.આમ ચૂંટણી નજીક આવતાની સાથે જ નેતાઓ લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. ત્યારે લોક ગાયક વિજય સુવાળા પણ ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે અને જીત માટેનું સમીકરણ પણ જાહેર કર્યું છે. જોવાનું રહ્યું કે આમ આદમી પાર્ટી માંથી આવેલ વિજય સુવાળાને ભાજપ ટિકિટ આપશે કે નહીં અને જો આપશે તો કઈ બેઠક પરથી વિજય સુવાળા ઉમેદવાર બનશે.

संबंधित पोस्ट

કોંગ્રેસના ક્યાં નેતાએ કહ્યું કે ‘હું કોંગ્રેસ પક્ષનો છું અને કોંગ્રેસમાં જ રહીશ’

Admin

૨૦૨૨ વિધાનસભા નું ઈલેકશન : ખભે થી ખભો મિલાવીને સંગઠન મજબૂતાઈ સાથે તૈયારી કરશે

Karnavati 24 News

 સુપ્રીમ કોર્ટના ન્યાયધીશે દિન દયાળ પોર્ટની મુલાકાત લીધી

Karnavati 24 News

CM ભૂપેન્દ્ર પટેલ સહિત 18 જેટલા મંત્રીઓ લઈ શકે છે આવતીકાલે શપથ, રાજ્યમાં 7મી વખત ભાજપની સરકાર બનશે

Admin

 વાઈબ્રન્ટ મહોત્સવ ફાઈનલ : તા. 10ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદઘાટન કરશે

Karnavati 24 News

અમિતશાહના હસ્તે અમદાવાદમાં 307 કરોડના ખર્ચે વિવિધ પ્રાેજેક્ટના લોકાર્પણ અને ખાતમૂહુર્ત થશે

Karnavati 24 News
Translate »