Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

પંજાબ સરકારનો મોટો નિર્ણય, આ 424 VIP લોકોની સુરક્ષા લીધી પરત

પંજાબની ભગવંત માન સરકારે એક મોટો નિર્ણય લેતા 424 VIP લોકોની સુરક્ષાને તાત્કાલિક રૂપથી પરત લઈ લીધી છે. આ લોકોમાં રાજનેતા, સેવાનિવૃત પોલિસકરમી અને ધાર્મિક નેતા સામેલ છે. મળતી માહિતી અનુસાર, સંબંધિત પોલીસકર્મીઓ અને બાકીના તમામ લોકો પાસેથી શનિવારના જલંઘર કેમ્પમાં ખાસ પોલીસ મહાનિદેશક રાજ્ય સશત્ર પોલીસ, જેઆરસીનો રિપોર્ટ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર, જેમની સુરક્ષા પરત લેવામાં આવી છે તેમાં પૂર્વ ધારાસભ્ય, પૂર્વ પોલીસકર્મી અને તમામ સેવા આપી રહેલ પોલીસકર્મી સામેલ છે.પંજાબના વ્યાસમાં ડેરા રાધા સ્વામીની સુરક્ષામાંથી 10 કર્મીઓને હટાવવામાં આવ્યા છે.

મજીઠાથી ધારાસભ્ય ગનીવ કૌર મજીઠિયાની સુરક્ષામાંથી બે કર્મીઓને હટાવવામાં આવ્યા છે. પંજાબના પૂર્વ ડીજીપી પી.સી. ડોગરાની સુરક્ષામાંથી એક કર્મીને હટાવાયો છે. તેઓ એડીજીપી ગૌરવ યાદવના સસરા છે, જે વર્તમાનમાં સીએમઓ છે. તે પહેલા પંજાબ સરકારે એપ્રિલમાં 184 લોકોની સુવિધા પરત લેવાનો નિર્ણય લીધો હતો. તેમાં પૂર્વ મંત્રી અને પૂર્વ ધારાસભ્ય સહિત અન્ય નેતાઓના નામ સામેલ હતા. અહીં ધ્યાન આપવાની વાત એ છે કે, ગત મહિનાથી પંજાબના પૂર્વ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની, કેપ્ટન અમરિંદર સિંહના દિકરા રનિંદર સિંહ અને કોંગ્રેસ ધારાસભ્ય પ્રતાપ સિંહ બાજવાવેરેની સુરક્ષા પરત લેવામાં આવી હતી.8 લોકોની સુરક્ષા પરત લેવાઈ હતીત્યાં જ આ મહિનાની શરૂઆતમાં પંજાબની આમ આદમી પાર્ટીની સરકારે 8 વધુ લોકોની સુરક્ષાને પરત લઈ લીધી હતી. તેમાં અકાલી દળના ધારાસભ્ય હરસિમરત કૌર બાદલ અને પંજાબના પૂર્વ કોંગ્રેસ ચીફ સુનિલ જાખડનું નામ પણ સામેલ હતું. આ 8 લોકોમાં પાંચની પાસે Z કેટેગરીની સુરક્ષા હતા, જ્યારે બાકી ત્રણની પાસે Y+ કેટેગરીની સુરક્ષા હતી. તેમની સુરક્ષા કરવાનું કામ 127 પોલિસકર્મી અને 9 વાહનો કરી રહ્યા હતા.આ લોકોની પણ સુરક્ષા પરત લેવાઈઆ તમામ નામો ઉપરાંત કેટલાક અન્ય લોકોની પણ સુરક્ષા પરત લેવામાં આવી છે. તેમાં પંજાબના પૂર્વ ઉપમુખ્યમંત્રી ઓપી સોની, લોકસભા સાંસદ હરસિમરત કૌર બાદલ, પૂર્વ કોંગ્રેસ સાંસદ અને બીજેપીના નેતા સુનિલ જાખડ, પૂર્વ કેબિનેટ મંત્રી વિજય ઈંદર સિંગ્લાનું નામ સામેલ છે.

લિસ્ટમાં ચાર પૂર્વ ધારાસભ્ય પરમિંદર સિંહ પિંકી, રાજિંદ્ર કૌર ભટ્ટલ, નવતેજ સિંહ ચીમા અને માત્ર કેવલ સિંહ ઢિલ્લનનું નામ સામેલ છે. એવું ત્રીજી વખત થયું છે, જ્યારે પંજાબ સરકારે રાજ્યના VIP લોકોની સુવિધા પરત લઈ લીધી છે.

संबंधित पोस्ट

‘કેટલાક દેશો અને તેમની એજન્સીઓએ આતંકવાદને પોતાની રાષ્ટ્રીય નીતિ બનાવી છે’, અમિત શાહે પાકિસ્તાન પર સાધ્યું નિશાન

Admin

 રાજ્યની 8,684 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતગણતરી શરૂ

Karnavati 24 News

અરવિંંદ કેજરીવાલે અમદાવાદમાં રીક્ષા ચાલકના ઘરે જમવા ગયા તે મામલે આપી આ પ્રતિક્રીયા, ભાજપનો સમર્થક નિકળ્યો રીક્ષાવાળો

ઉદ્ધવને વધુ એક ઝટકો! CAG કરશે BMCની બે વર્ષની તપાસ, શિંદેનો આદેશ

Admin

‘ખેલા હોબે’ થી ‘અબ કી બાર મોદી સરકાર’, 5 નારા જેની ચૂંટણી પરિણામ પર અસર પડી

Karnavati 24 News

નરેન્દ્ર મોદીએ ભરુચ વાસીઓને કહ્યું, મારું એક કામ છે જે પર્સનલ છે તમે કરશો, આવું કેમ કહ્યું?

Admin
Translate »