Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

ગાંધીનગર સેક્ટર-21 પોલીસ દ્વારા નકલી ડિગ્રી વેંચતાની કરી ધરપકડ, 50 હજારમાં વેંચતા હતા નકલી ડિગ્રી

ગાંધીનગર સેક્ટર-21 પોલીસ મથકના પીઆઈ મનોજ ભરવાડના સુપરવિઝન હેઠળ સર્વેલન્સ સ્કવોર્ડના પીએસઆઇ આર.સી. ખરાડી સહિતનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો. એ દરમિયાન મળેલી બાતમીના પગલે સેકટર-22 સુરભિ કોમ્પલેક્ષના ભોંયતળિયે આવેલી દુકાન નંબર-5માં બરુસા નામની એજ્યુકેશન કન્સલ્ટન્સીમાં દરોડો પાડી સંચાલિકા વંદના શ્યામલકેતુ બરુઆ (બંગાળી)ને ઝડપી લેવામાં આવી હતી. પોલીસે કન્સલ્ટન્સીમાં તપાસ હાથ ધરતા ઢગલા બંધ અલગ અલગ યૂનિવર્સિટીનાં નકલી ડિગ્રી સર્ટિફિકેટ મળી આવ્યા હતા. આથી વંદનાની પૂછતાંછ કરતાં તેણે કબુલાત કરી હતી કે, વર્ષ-2014માં સુમન ટાવરમાં કન્સલ્ટન્સી ખોલી હતી. જેની અખબારો અને જસ્ટ ડાયલમાં જાહેર ખબર પણ આપેલી હતી. એ વખતે મહારાષ્ટ્રની સફાયર એજ્યુકેશન, સેપ એજ્યુકેશન કલોલ, મેઘદૂત એજ્યુકેશન કડી, એસ એલ એજ્યુકેશન ઝારખંડ, દેવી એજ્યુકેશન બેંગ્લોર વિગેરે સંસ્થાના ડાયરેક્ટરો સાથે સંપર્ક થયો હતો. ડિગ્રી લેનારમાં ઘણા એવા પણ છે, જે વંદના પાસેથી ડિગ્રી સર્ટી લઈને તેના આધારે વિદેશ પણ પહોંચી ગયા છે. જેનાં પગલે પોલીસ દ્વારા વંદનાનાં રિમાન્ડ મેળવીને નકલી ડિગ્રી ખરીદનાર લોકોની પણ માહિતી એકત્ર કરવામાં આવનાર છે અને તેમના વિરુદ્ધ પણ કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. વંદનાના ઘરનો નંબર પણ 420 વંદના સામે કલમ 420 છેતરપિંડીનો ગુનો નોંધવામાં આવ્યો છે. ત્યારે મહિલા આરોપી વંદના સેક્ટર 12બીમા રહે છે, તે મકાન નંબર પણ જોગાનુજોગ 420 છે. બેંગ્લોરની દેવી એજ્યુકેશનના ડાયરેક્ટર તન્મય દેબેરોય સાથે સંપર્ક બાદ તેણે બોર્ડથી સ્નાતક સુધીની તમામ બોગસ ડિગ્રી વેચવાનું શરૂ કર્યું હતું. વંદના અને તેની બાજુમાં હાઇટેક ક્લાસીસ ચલાવતા વિપુલ અમરતભાઇ પટેલ (રહે, સેક્ટર 3) અભ્યાસક્રમ મુજબ 40 હજારથી લઇને એક લાખ રૂપિયામાં ડીગ્રી આપતા હતા.

संबंधित पोस्ट

કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ના ફોરેસ્ટ ગાર્ડને રાઉન્ડ ફોરેસ્ટરે લાફા માર્યા

Admin

કર્ણાટકમાં ધર્માંતરણ વિરોધી કાયદા હેઠળ વિધર્મી વ્યક્તિની ધરપકડ,જાણો શું હતો મામલો

Admin

વડીયા ના કોલડા ગામે લુટની ઇરાદે વુઘ્ઘ દપંતી પર હુમલો કરી લૂંટ નો નિસ્ફળ પ્રયાસ કરનાર આરોપી ઓ ઝડપાયા અમરેલી એલસીબી એ ચાર આરોપી ને ઝડપી લીધા

Admin

मध्यप्रदेश: रीवा के संजय गांधी हॉस्पिटल में डॉक्टर के साथ एवं स्टाफ के साथ की गई मारपीट।

Admin

સુરત: “ભાઈ ઓફિસ પૈ બુલા રહા હૈ” કહી સજ્જુ કોઠારીના માણસો લોકોને ઉઠાવી જતા, માથાભારેના કાર કલેક્શનમાં BMW થી લઇ અનેક લક્ઝુરીયસ કાર.!

Karnavati 24 News

સુરતમાં બંધુકની અણીએ દુકાનદારને લૂંટી લેવાયો

Karnavati 24 News
Translate »