Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

કોંગ્રેસના ક્યાં નેતાએ કહ્યું કે ‘હું કોંગ્રેસ પક્ષનો છું અને કોંગ્રેસમાં જ રહીશ’

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ રાજકીય પક્ષો જેટ ગતિથી પ્રચાર કરી રહ્યા છે. આ દરમિયાન રાજકીય ગરમાગરમી વચ્ચે કોંગ્રેસના નેતાનું મહત્વનું નિવેદન સામે આવી રહ્યું છે અને કહ્યું હતું કે હું કોંગ્રેસ પક્ષનો છું અને કોંગ્રેસમાં જ રહીશ. હજુ ગઈકાલે જ કોંગ્રેસમાંથી મોહન રાઠવાએ રાજીનામુ આપીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા ત્યારે હવે વિપક્ષના નેતા સુખરામ રાઠવા પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે તેવી અફવાએ જોર પકડ્યું હતું. આ અફવા વચ્ચે જ સુખરામ રાઠવાએ આફવાને રદિયો આપ્યો હતો અને કહ્યું હતું કે હું કોંગ્રેસ પાર્ટીનો જ માણસ છું અને કોંગ્રેસ પાર્ટીમાં જ રહીશ.

વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ કહ્યું હતું કે કોંગ્રેસમાં ટીકીટ અંગે થોડીઘણી નારાજગી હશે અને ભરતીય જનતા પાર્ટીએ તેમને પક્ષ છોડવાની લાલચ પણ આપી હતી જો કે મેં પક્ષમાંથી રાજીમાંનું આપ્યું નથી અને આપીશ પણ નહીં હું કોંગ્રેસમાં જ રહીશ. કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં ગયેલા મોહનસિંહ રાઠવા અને સુખરામ રાઠવા વચ્ચે સારા સંબધો છે અને બંને વચ્ચે પારિવારિક સંબોધો પણ છે. કોંગ્રેસમાંથી રાજીનામુ આપવાની વાતને સ્પષ્ટપણે અફવા કહી હતી અને અટકળોને વિરામ આપી દીધો હતો.

સુખરામ રાઠવાએ કહ્યું હતું કે મને આ અગાઉ પણ ભારતીય જનતા પાર્ટીએ ઘણી ઓફર કરી હતી અને લાલચ આપી હતી. મારા રાજીનામાંની વાત પાયાવિહોણી અને તથ્ય વગરની ઉપજાવેલી વાત હતી. પક્ષમાં કોઈપણ નેતા નારાજ હોય છે પણ તે અંદરની વાત છે. ભારતીય જનતા પાર્ટીએ મારો કોઈ સંપર્ક કર્યો નથી અને ભારતીય જનતા પાર્ટી મારો સંપર્ક કરશે પણ નહીં.

નોંધનીય છે કે ગુજરાતમાં કોંગ્રેસ નબળી પડી રહી છે તેમાં વધુ એક ગાબડું પડે તેવું ભારતીય જનતા પાર્ટી ઈચ્છી રહી છે જો કે સુખરામ રાઠવાએ આ વાતની સ્પષ્ટતા કરતા અફવા પરથી પડદો ઉઠી ગયો હતો. આ વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસની સાથે સાથે આમ આદમી પાર્ટી પણ વિધાનસભાની દરેક સીટ પર ચૂંટણી લડવાની છે ત્યારે કોંગ્રેસ અને ભાજપ સાથે ત્રીજા પક્ષનો જંગથી હરીફાઈ વધી જશે.

संबंधित पोस्ट

જૂનાગઢમાં સુભાષ આયુર્વેદિક હોસ્પિટલનુ મુખ્યમંત્રીએ કર્યું લોકાર્પણ

Karnavati 24 News

પહેલા કોંગ્રેસ ભારત જોડોની વાત પછી કરે પોતાની પાર્ટીને જોડે – રવિશંકર પ્રસાદે રાજકોટમાં કહી આ વાત

Admin

રાજ્યના નાગરિકોની સલામતી માટે કેન્દ્રીય ગૃહ મંત્રીના હસ્તે ચાર ટેકનોલોજી આધારિત સુવિધાઓનું લોકાર્પણ..

Karnavati 24 News

સોનિયા ગાંધીએ તિસ્તા સેતલવાડને પોતાની તિજોરીમાંથી પૈસા આપ્યા હતા : સંબિત પાત્રા

Karnavati 24 News

મેંદરડા તાલુકાના ખેડૂતોને હવે બે વર્ષ બાદ ફરી વખત કાયમી વીજળી દિવસમાં આપવામાં આવશે

Admin

સહકારી આગેવાન દિલીપ સંઘાણી ને લઈને સોશ્યલ મીડિયામાં વિવાદક સ્પદ નિવેદન ને લઈને દિલીપ સંઘાણી ની વાહરે આવ્યા ભારતીય જનતા પાર્ટી ને આગેવાનો અને કાર્યકર્તાઓ

Karnavati 24 News