Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણસ્થાનિક સમાચાર

વેરાવળના પૂર્વ ધારાસભ્યના પુત્ર એવા આદ્રી ગામના યુવા સરપંચનું અવસાન સમગ્ર પંથકમાં શોકની લાગણી વ્યાપી

વેરાવળના પૂર્વ ધારાસભ્યના પુત્ર એવા આદ્રી ગામના યુવા સરપંચનું અવસાન થતા સમગ્ર પંથકમાં શોકની લાગણી વ્યાપી ગઇ હતી.

ગીર સોમનાથના છઠ્ઠા ભાજપ અગ્રણી અને પૂર્વ ધારાસભ્ય રાજશીભાઇ જોટવાના પુત્ર અને આડી ગામના યુવા સરપંચ મયુરભાઇ જોટવાનું દુઃખદ નીધન થતાં સમગ્ર પંથકમાં શોકની લાગણી વ્યાપી છે. વેરાવળ તાલુકાના ગ્રામ્ય વીસ્તારોએ સ્વયંભુ બંધ પાડીને શોક વ્યક્ત કર્યો હતો. સાથે જ મળતાવડા અને લોકોના હૃદયમાં પોતાની અમિત છાપ છોડનાર સ્વ.મયુર કોટવાનીની સ્મશાન યાત્રામાં સમગ્ર જિલ્લાની માનવમેદની જોડાયેલ હતી. સાથે આ કણ સૂર્ણ છઠ્ઠાભરના રાજકીય અને સામાજીક અગ્રણીઓ સ્મશાન યાત્રામાં જોડાયા હતા. સદગતનું બેસણું તા.૧૨ ને શનિવારે સવારે નવ થી પાંચ કલાકે બાયપાસ ખાતેના નિવાસ સ્થાને રાખેલ છે.
અંતિમ યાત્રામાં રાજકિય – સામાજિક

સમાજના અગ્રણી આગેવાન હોય ત્યારે છાભરના વિવિધ પક્ષોના આગેવાનો પણ મયુરભાઇની સ્મશાન યાત્રામાં જોડાયા હતા. વેરાવળ બાયપાસથી માદરે વતન આદ્રી ગામે સવારે સ્મશાન યાત્રા નીકળેલ જેમાં વાહનોની બે કીમી લાંબી કતારો લાગી હતી અને સ્મશાન યાત્રામાં હજારો તેમજ ગીર સોમનાથના મયુર જોટવાને અશ્રુભીની આંખે અંતિમ વિદાય આપી હતી.

સ્વ.મયુરભાઇ જોટવાની અંતિમ યાત્રામાં તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઇ બારડ, ઉનાના ધારાસભ્ય પુંજાભાઈ વંશ, સોમનાધના ધારાસભ્ય વિમલભાઇ ચુડાસમા, માજી મંત્રી જશાભાઇ બારડ, ગોવિંદભાઇ પરમાર, માધાભાઇ બોરીચા, જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંહભાઇ પરમાર, વિરોધ પક્ષના પૂર્વ નેતા હીરાભાઇ જોટવા, જિલ્લા પંચાયત પ્રમુખ ડાયાભાઈ જાલોંધરા, જિલ્લા ભાજપ મહામંત્રી ડો.જયેશ વઘાસિયા, વજુભાઈ વાળા, તાલુકા ભાજપ પ્રમુખ હરદાસભાઇ સોલંકી, તાલુકા પંચાયતના પ્રમુખ સરમણભાઇ સોલંકી, શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમભાઇ પટાટ, જિલ્લા પંચાયતના સમાજના અગ્રણીઓમાં જેઠાભાઇ પાનેરા, લક્ષ્મણભાઇ પિઠીયા, હીરાભાઇ રામ (છાત્રોડા), અમુભાઇ સોલંકી, હમીરભાઇ બારડ, ઉના આહીર અગ્રણીઓ રામસિંહભાઇ લાખણોત્રા, રમેશભાઇ કામળિયા, શિક્ષણ સમિતિના માજી ચેરમેન ધીરૂભાઇ સોલંકી, જિલ્લા કોળી સમાજના પ્રમુખ કાનભાઈ ગઢીયા, સોમનાથ નગરપાલિકા પ્રમુખ પિયુષભાઇ ફોફંડી, ઉપપ્રમુખ કપીલભાઇ મહેતા, પૂર્વ પ્રમુખ કિશોરભાઇ કુહાડા, ખારવા સમાજ સાગરપુત્ર ફાઉન્ડેશનના પટેલ કિરીટભાઈ પટેલ, પૂર્વ પટેલ લખમભાઇ ભેંસલા, બોટ એસો. અગ્રણી તુલસીભાઇ ગોહેલ, વેરાવળ શહેર ભાજપ પ્રમુખ દેવાભાઇ ધારેચા, સ્ટેન્ડિ મિટીના ચરમેન નિલેશભાઈ વિઠલાણી, કાઉન્સિલર બાદલભાઇ હુંબલ, અગ્રણીઓમાં જનકભાઇ સોમૈયા, ગોવિંદભાઇ ગીવાણી સહિતના સર્વપક્ષના અણીઓ જોડાયા હતા.

બીજ નિગમના પૂર્વ ચેરમેન રાજશીભાઇ જોટવાના પુત્ર મયુરભાઇ જોટવા નું દુખદ નીધન થતા પંથકમાં શોક છવાયો છે. સ્વ.મયુરભાઇ જોટવા આદ્રી ગામના સરપંચ હતા. યુવા વયે નીધન થયાના સમાચાર મળતાં તાલુકા ભરના ગામડાઓએ સ્વયંભુ બંધ પાડયું હતું.

संबंधित पोस्ट

લક્ષાંક સામે જિલ્લામાં 2 દી’માં 40109 બાળકો રસી લેતાં 50 ટકા રસીકરણ પૂર્ણ

Karnavati 24 News

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પંજાબ અને ચંદીગઢના પ્રભારી બનાવ્યા

Karnavati 24 News

જમ્મુ: વેષ્ણોદેવી મંદિરમાં ભાગદોડ, 12 લોકોના મોત, 20થી વધુ ઘાયલ

Karnavati 24 News

ભાજપે ચૂંટણીની તૈયારીઓ કરી શરૂ;CM પટેલની પાર્લામેન્ટ્રી બોર્ડમાં એન્ટ્રી

Karnavati 24 News

જુનાગઢ વાસ્મા ના કર્મયોગી કર્મીઓ ગાંધી જયંતિએ કચેરી ના ઘેરાવ કરવાના મૂડમાં

સુરત ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસ, આજે હત્યારો ફેનિલ દંડાશે,કોર્ટ સંભળાવશે ચુકાદો,પરિવારે આરોપીની કડક સજાની કરી છે માંગ.!

Karnavati 24 News