Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

ભાજપમાં જોડાવવાની ચર્ચા અને વિધાનસભાના સત્ર પહેલા આપના 5 ધારાસભ્યો કેજરીવાલને મળ્યા

ભાજપમાં જોડાવવાની ચર્ચા અને વિધાનસભાના સત્ર પહેલા આપના 5 ધારાસભ્યો આપના સુપ્રીમો અરવિંદ કેજરીવાલને મળ્યા હતા. ખાસ કરીને આમ આદમી પાર્ટીના 182 ઉમેદવારોમાંથી ગુજરાતની જનતાએ 5 પર સિક્કો મારી તેમને 182ના લિસ્ટમાં સામેલ કરી ધારાસભ્ય બનાવ્યા છે ત્યારે 20 તારીખના રોજ વિધાનસભાનું સત્ર મળી રહ્યું છે. ત્યારે એ પહેલા ધારાસભ્યોની શપથવિધી પણ થવા જઈ રહી છે.

અગાઉ આપના એક ધારાસભ્યની ભાજપમાં જોડાવાની અટકળો તેજ બની હતી ત્યારે બીઝા ધારાસભ્યો પણ ભાજપમાં ભળી રહ્યા હોવાની વાત સામે આવી હતી જો કે, અત્યારે આ મામલે કોઈ જ સ્પષ્ટતા નથી પરંતુ વિધાનસભાનું સત્ર મળવા જઈ રહ્યું છે ત્યારે એક દિવસના સત્ર મામલે આ બેઠક આ મામલે હોઈ શકે છે.

આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્યો દિલ્હીમાં કેજરીવાલને મળ્યા હતા. આ માહિતી આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઈસુદાન ગઢવીએ આપી હતી. કેજરીવાલ સાથેની બેઠકમાં પાંચેય ધારાસભ્યોને વિધાનસભામાં જાહેર મુદ્દા ઉઠાવવાની સૂચના આપવામાં આવી હતી. આ સાથે લોકોના પ્રશ્નો કેવી રીતે ઉઠાવવા તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

સ્વભાવિક છે કે, પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણીમાં આપ પાર્ટી ખાતું ખોલાવવામાં સફળ સાબિત થઈ છે ત્યારે ધારાસભ્યો પ્રથમ વખત વિધાનસભામાં જશે ત્યારે ચોક્કસથી અરવિંદ કેજરીવાલે આ બાબતો વિગતે સલાહ આપી હશે.

संबंधित पोस्ट

 માળિયાના પ્રાણ પ્રશ્નો મામલે મહિલા શક્તિ સંગઠન દ્વારા રેલી યોજી આવેદન

Karnavati 24 News

બે તાલુકાની 71 પ્રાથમિક શાળાના 320 જોખમી ઓરડા તોડીને નવા બનાવાશે

PM મોદીએ નવા વાણિજ્ય ભવનનું કર્યું ઉદ્ઘાટન, કહ્યું યોગ્ય સમયે સરકારી કામ કરવાનું અમારું લક્ષ્ય

Karnavati 24 News

योगी सरकार 2.0: कौन होगा उपमुख्यमंत्री? लोकसभा चुनाव-जातिवाद-पश्चिमी यूपी में संतुलन बनाए रखने के लिए चर्चा में हैं ये नाम

Karnavati 24 News

જીતુ વાઘાણીના નિવેદન બાદ આપના પ્રહારો કહ્યું, જ્યાં જુઓ ત્યાં સ્કૂલ, કોલેજો, યુનિવર્સિટીઓ ભાજપના નેતા

Karnavati 24 News

‘ખેલા હોબે’ થી ‘અબ કી બાર મોદી સરકાર’, 5 નારા જેની ચૂંટણી પરિણામ પર અસર પડી

Karnavati 24 News
Translate »