Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

 કોલકાતા મહાનગરપાલિકાની ચૂંટણીમાં દીદીનો ‘ખેલા હોબે’, TMCની ક્લિન સ્વિપ

કોલકાતા મહાનગરપાલિકાની તમામ 144 બેઠકો પર સવારે 8 વાગ્યાથી મતગણતરી ચાલુ છે. પશ્ચિમ બંગાળ ચૂંટણી પંચ અનુસાર TMCએ 7 બેઠકો પર જીત મેળવી લીધી છે. પરિણામમાં મમતા બેનરજીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસને બહુમત મળ્યો છે. સત્તા પર રહેલી TMC 133 વોર્ડમાં આગળ ચાલી રહી છે. જ્યારે ભાજપ 5, કોંગ્રેસ 2, લેફ્ટ 1 અને અન્ય 3 વોર્ડ પર આગળ ચાલી રહ્યા છે.

અત્યાર સુધી મળેલા વોટ ટકાવારીના હિસાબથી ટીએમસીને 74.2 ટકા મત મળ્યા, ભાજપને 8 ટકા અને લેફ્ટને 9.1 ટકા મત મળ્યા હતા.

કુલ 11 કાઉન્ટિંગ સેન્ટર છે. દરેક મતગણના કેન્દ્રમાં 7થી 10 ટેબલ પર ગણતરી થઇ રહી છે. મતગણતરી કેન્દ્રમાં 3 લેયર સિક્યુરીટી છે. 200 મીટરમાં કલમ-144 લાગુ છે અને કુલ 3 હજાર પોલીસ જવાન તૈનાત છે. દરેક મતગણના કેન્દ્રમાં કેટલાક સીસીટીવી કેમેરા લાગ્યા છે. કાઉન્ટિંગની વીડિયોગ્રાફી કરવામાં આવી રહી છે. કુલ 950 ઉમેદવારોના ભાગ્યનો ફેસલો થશે.

રવિવારે નાની મોટી હિંસા વચ્ચે કોલકાતા મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થઇ હતી. બોમ્બમારામાં એક વ્યક્તિના ઘાયલ થવા સહિત હિંસાની નાની મોટી ઘટના વચ્ચે 63.37 ટકા લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદાન દરમિયાન કુલ 453 ફરિયાદ મળી હતી.

संबंधित पोस्ट

ભારતીય જનતા પાર્ટીની નરોડા ખાતે વિશાળ જનસભા

Karnavati 24 News

અનુ.જાતિ મોરચા દ્વારા માન.પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો

વોર્ડ નં.૪માં મોરબી રોડ થી મધુવન રોડ સુધી રોડ કામનું ખાતમુહૂર્ત રાજકોટ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ શહેર ભાજપના ઉપપ્રમુખ અશોકભાઈ લુણાગરિયા અને સોનલબેન ચોવટીયા ના વરદ હસ્તે કરવામાં આવ્યું.

Karnavati 24 News

આપ ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે વલસાડમાં આયોજિત રોડ શોમાં ભાગ લીધો

Admin

Nitish after taking oath as Bihar CM: ‘PM Modi won in 2014, but will he…’

Security intensified at Delhi borders ahead of Kisan Mahapanchayat sare