Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચારરાજકારણ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પંજાબ અને ચંદીગઢના પ્રભારી બનાવ્યા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે જ ભાજપના કેન્દ્રીય હાઇકમાન્ડનો ચોંકવાનરો નિર્ણય

એક તરફ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે જ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પંજાબ અને ચંદીગઢના પ્રભારી બનાવામાં આવ્યા છે. આ સાથે જ વિજય રૂપાણી માટે વિધાનસભાની ચૂંટણી લડવાની સંભાવના લગભગ ઓછી થઇ ગઈ છે. ભાજપના કેન્દ્રીય હાઇકમાન્ડના આ નિર્ણયથી સૌને આશ્ચર્યમાં મૂકી દીધા છે.

ભાજપના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ વિજય રૂપાણીને રાષ્ટ્રીય કક્ષાએ મોટી જવાબદારી સોંપવામાં આવી છે. જો કે આ જવાબદારી એવા સમયે આવી છે કે જયારે ગુજરાત વિદ્યાસભાની ચૂંટણી માથે છે. ગુજરાતના પૂર્વ મુખ્યમમંત્રી વિજય રૂપાણી રાજકોટના મેયર ઉપરાંત તેઓ ગુજરાતના પ્રદેશ પ્રમુખ પણ રહી ચુક્યા છે અને ગુજરાતના ખાસ કરીને સૌરાષ્ટ્રમાં તેઓ સંગઠનના વ્યક્તિ છે તેવું કહેવામાં આવી રહ્યું છે.

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સાથે સાથે અન્ય 15 રાજ્યોના પ્રભારીની પણ નિમણુંક કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીના દિલ્હી હાઇકમાન્ડે વિજય રૂપાણી પણ ભરોસો મૂકીને આ મોટી જવાબદારી સોંપવામાં આવી છે. વિજય રૂપાણીએ થોડા સમય પહેલા જ કહ્યું હતું કે જો પાર્ટી ટીકીટ આપશે તો લડીશ નહીંતર પાર્ટીને જીતાડવા માટે કાર્ય કરતો રહીશ. આ વાત તે અંબાજી મંદિરે દર્શન કરવા ગયા હતા ત્યારે કહી હતી. વિજય રૂપાણીને પંજાબ અને ચંદીગઢના પ્રભારી બનાવતા હવે તેનું ગુજરાતમાં રોલ પૂર્ણ થઇ જશે.

संबंधित पोस्ट

 દમણમાં 31st ડિસેમ્બરની નાઈટ પાર્ટીને કરફ્યુનું ગ્રહણ

Karnavati 24 News

પાકિસ્તાન: પેશાવરની મસ્જિદમાં જુમ્માની નમાઝ દરમિયાન આત્મઘાતી હુમલો, 30 લોકોના મોત, 50થી વધારે ઘાયલ

Karnavati 24 News

આ 5 શેર 37% સુધીનું વળતર આપી શકે છે, જે થોડા સમય અગાઉ શેર બજારમાં લિસ્ટ થયાં છે

Karnavati 24 News

બીજા તબક્કાની 93 બેઠકો માટે પ્રચાર આજથી બંધ. . . .

Admin

ફરી સાંભળવા મળશે નકામા, નાલાયક, ગદ્દાર… ગેહલોત-પાયલટની એકતા પર ભાજપે માર્યો ટોણો

Admin

રોડ શો LIVE – દિલ્હી અને પંજાબ એક થઈ ગયું અમારી તૈયારી છે હવે ગુજરાતની – ભગવંત માન પંજાબના સીએમ

Karnavati 24 News