Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

અરવિંદ કેજરીલાને પોલીસની દિકરીએ લખ્યો પત્ર, કેજરીવાલે વાંચ્યા બાદ ગુજરાત પ્રવાસમાં કહી આ વાત

અરવિંદ કેજરીલાને પોલીસની દિકરીએ પત્ર લખ્યો હોવાની વાતનો ઉલ્લેખ ગુજરાત અમદાવાદ પ્રવાસ દરમિયાન કેજરીવાલે કર્યો હતો. ત્યારે આ પત્ર વાંચતા પહેલા ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે, પોલીસ ગ્રેડ પે બાબતે પોલીસ જવાનોમાં પીડા છે. સરકારના લોકો દ્વારા દબાવવામાં આવે છે અને તેમાં પોલીસ પરીવારની એક દિકરીએ કેજરીવાલને પત્ર લખ્યો છે.

જેમાં ઉલ્લેખ કરાયા મુજબ, આપ પર અમને અને સમગ્ર ભારતને ગર્વ છે. ગુજરાત પોલીસની નોકરી, પગાર તેના ભથ્થા, કામના કલાકોના દુરુપયોગ કરી આ વિશે માહિતી પ્રાપ્ત કરશો. સમગ્ર ભારતમાં ગુજરાત પોલિસની શું સ્થિતિ છે. 2023માં આપ પાર્ટીની સરકાર બનવાની છે. ત્યારે આપ ગુજરાત પોલીસને ન્યાય અપાવશો અમને હવે માત્ર આપ પર ભરોસો રહ્યો છે. આપ સત્યના ભેખ ધારી છો. પોલીસની નાનકડી દીકરીના વંદન. એમ આ પ્રકારની વિગતો પત્રમાં ઉલ્લેખ કરાઈ હતી.  ત્યારે અરવિંદ કેજરીવાલે આ મામલે કહ્યું કે, તમે આ દિકરીના પત્રને સાંભળ્યો તમે અમારી પર મોટો વિશ્વાસ બતાવ્યો છે. તમે અમને પત્ર લખ્યો છે.
તમારા વિશ્વાસને અમે તૂટવા નહીં દઈએે. હું ગુજરાતના પોલીસ કર્મીઓને કહેવા માંગું છું કે, તમે પોતાની રીતે નોકરીના ખતરામાં રાખ્યા વિના આપ પાર્ટીને સરકાર બનાવવા માટે દમ બતાવ્યો છે. ગુજરાતમાં 20 હજાર પોલીસ કર્મચારીને પગાર આપવામાં આવે છે. સૌથી ઓછી સેલેરી ગુજરાત પોલીસની છે. સૌથી બેસ્ટ સેલેરી અમે આપીશું. ગુજરાત પોલીસને સારી સેલરી આપીશું ગુજરાતમાં તમે જ્યાં પણ છો કામ કરતા રહો. આમ આદમી પાર્ટીની સરકાર બનાવવામાં અમને મદદ કરતા હોય.

संबंधित पोस्ट

મનપા ઇમ્પેક્ટ ફી ભરી સેવા સદનને પણ કાયદેસર કરાવશે ?

Admin

હવાઈ મુસાફરી કરનારા મુસાફરોની મુશ્કેલીઓ થશે ઓછી, યાત્રીઓ માટે શરૂ કરાઈ આ ખાસ સેવા

Karnavati 24 News

પહેલા કોંગ્રેસ ભારત જોડોની વાત પછી કરે પોતાની પાર્ટીને જોડે – રવિશંકર પ્રસાદે રાજકોટમાં કહી આ વાત

Admin

ભરૂચ જિલ્લા ની પાંચ વિધાનસભા બેઠકો ઉપર રાજકીય પક્ષોએ ચૂંટણી પહેલા પ્લાન U.D.P.P શરૂ કર્યું

13 શહેર અને જિલ્લાની 47 બેઠકો માટે કોની પસંદગી કરવી તેના પર ભાજપનું આજે મંથન

Admin

ભાવનગર મહાનગરપાલિકાના રૂ.૪૭૫ લાખના ખર્ચે પાણી પુરવઠાના વિવિધ કામોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરતાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્યમંત્રી વિનોદભાઈ મોરડીયા

Karnavati 24 News
Translate »