પાટણ શહેર સહિત જીલ્લામાં 15 થી 18 વર્ષની ઉંમરના બાળકોને શાળામાં તેમજ રસી કેન્દ્ર ઉપર રસીકરણ શરૂ કરી છે. જેમાં બીજા દિવસે પણ પાટણના રસીકરણ કેન્દ્ર સહિત શાળાઓમાં બાળકો ઉત્સાહભેર રસી લેતા જોવા મળ્યાં હતાં. બીજા દિવસે જિલ્લામાં 16382 બાળકોએ રસી લીધી હતી.બે દિવસમાં કુલ 81921 ના લક્ષ્યાંક સામે જિલ્લામાં 40109 બાળકો એટલે 50 બાળકોએ રસી લઈ લીધી હતી.
બગવાડા દરવાજા ખાતે આવેલ રસી કેન્દ્રમાં દિવસ દરમિયાન 77 લોકોના રસીકરણમાં 50 ટકા કરતા વધુ રસીકરણ 15 થી 18 ઉ.વ.ના બાળકોએ રસી લીધી હતી.અન્ય કેન્દ્રો સહિત શાળાઓમાં ઉત્સાહભેર બાળકો રસી લેવામાં વયસ્કો કરતા વધુ ઉત્સાહ ધરાવતા દેખાયા હતા.
શાળાઓમાં સુરક્ષિત પણે અભ્યાસ કરવો છે, એટલે રસી લીધી છે:બાળકોપાટણના રાજપુર આઇટીઆઇમાં અભ્યાસ કરતી છાત્રા વિદ્યા રાજગોરે જણાવ્યું કે ઓનલાઇન શિક્ષણમાં બે વર્ષ બગડ્યા છે હવે કારકિર્દીને અસર ન થાય અને સ્કૂલો ચાલુ રહે તે જરૂરી છે અને એટલે જ વિદ્યાર્થીઓએ રસી લેવાનું પસંદ કર્યું છે.બીડી હાઈસ્કૂલ ના વિદ્યાર્થી શિવમ પટેલે જણાવ્યું કે ઇન્જેક્શન પહેલા લીધેલા જ હતા એટલે ડર ન હતો અને ઓનલાઈન શિક્ષણમાં મજા આવી નથી શાળાઓ ચાલે તો જ અભ્યાસક્રમ ચાલે અને તો જ પરીક્ષા આપી શકાય સરકાર પરીક્ષા તો લેવાની છે આ કારણે પણ વિદ્યાર્થીઓએ ઉત્સાહથી રસી લીધી છે.