Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણસ્થાનિક સમાચાર

રાજકોટ તેમજ ભાવનગર ડીવિઝનની ૦૬ ટ્રેનમાં મહાશિવરાત્રીના મેળાને ધ્યાને લઈને વધારાના કોચ લગાવાશે

આગામી મહાશિવરાત્રીના પર્વને ધ્યાને લઈને પશ્ચિમ રેલ્વે દ્વારા લોકોની સુવિધા માટે આયોજન કર્યુ છે. આ અંગે ભાવનગર ડિવીઝનના વાણીજ્ય પ્રબંધક માશુક અહેમદના જણાવ્યા મુજબ ભાવનગર રેલવે ડિવિઝનના જૂનાગઢમાં દર વર્ષે મહાશિવરાત્રી મેળાનું આયોજન કરાય છે. ..આથી મહાશિવરાત્રીના મેળાને લગતી ભીડને ધ્યાનમાં રાખીને રેલ્વે વિભાગ દ્વારા મુસાફરોની સુવિધા માટે જૂનાગઢ-સત્તાધર-જૂનાગઢ વચ્ચે આજે તા.૨૬.૦૨.૨૨ થી ૦૩.૦૩.૨૨ સુધી ૦૬ દિવસ માટે મેળા સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવશે. તેમજ આ ૦૬ દિવસ માટે વધારાના કોચ લગાડવવામાં આવશે.જેમાં પોરબંદર-સોમનાથ-પોરબંદર એક્સપ્રેસમાં એક, વેરાવળ-રાજકોટ-વેરાવળ પેસેન્જર ટ્રેનમાં એક, સોમનાથ-રાજકોટ-સોમનાથ પેસેન્જર ટ્રેનમાં એક વધારાનો જનરલ કોચ. આ ઉપરાંત સોમનાથ-અમદાવાદ-સોમનાથ એક્સપ્રેસ ટ્રેનમાં પણ તા.૨૨ ફેબ્રુઆરી થી બે વધારાના જનરલ કોચ કાયમી ધોરણે લગાવાશે. રાજકોટ ડિવીઝનના અભીનવ જૈફની યાદીમાં જણાવ્યા મુજબ રાજકોટ-સોમનાથ-રાજકોટ ટ્રેન, રાજકોટ-વેરાવળ-રાજકોટ ટ્રેન અને પોરબંદર-સોમનાથ-પોરબંદર ટ્રેનમાં આજે તા.૨૬ ફેબ્રુઆરી થી લઈને આગામી ૦૩ માર્ચ ૨૦૨૨ સુધી વધારાનો એક જનરલ કોચ લગાવવામાં આવશે.રાજકોટ તેમજ ભાવનગર ડીવિઝનની ૦૬ ટ્રેનમાં મહાશિવરાત્રીના મેળાને ધ્યાને લઈને વધારાના કોચ લગાવાશે..મહાશિવરાત્રી પર્વ પર શ્રધ્ધાળુઓની ભીડને ધ્યાને લઈ રેલવે વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો.

संबंधित पोस्ट

મોરબી જિલ્લા કક્ષાએ દ્વિતીય નંબર મેળવતી તક્ષશિલા સંકુલની લોકનૃત્યની ટીમ

Karnavati 24 News

વેરાવળના પૂર્વ ધારાસભ્યના પુત્ર એવા આદ્રી ગામના યુવા સરપંચનું અવસાન સમગ્ર પંથકમાં શોકની લાગણી વ્યાપી

Karnavati 24 News

 મહેસાણા જિલ્લામાં કોરોનાની સ્થિતિની સમીક્ષા મુદ્દે આજે જિલ્લા પ્રભારી મંત્રી એ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા ભાજપ સંગઠન સાથે તબક્કાવાર બેઠકો યોજી

Karnavati 24 News

પાટણ હાઈવે માર્ગ પર આવેલ જિલ્લા માહિતી કચેરી તરફ નાં માગૅ પર સજૉયુ ગંદકી અને કિચડનુ સામ્રાજ્ય…

Karnavati 24 News

જુનાગઢના મહા નગરપાલિકાના રસ્તા ગેરંટી પિરિયડ પહેલા તૂટી રહ્યા છે

Admin

શિવસેના જ નહીં પણ દેશનું લોકતંત્રનું ભવિષ્ય પણ દાવ પર : ઉદ્ધવ ઠાકરે

Admin