ખોડિદાસ પરમાર આર્ટ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા શેઠ એમ.એન. હાઈસ્કૂલ, જ્ઞાનમંજરી વિદ્યાપીઠ, મહુવા નગરપાલિકા શાળા નંબર-૫, શ્રી રાધેશ્યામ ગુજરાતી શાળા, શ્રી મ.ના.મહેતા કન્યા વિદ્યાલય, શ્રી એમ.જે.વોરા પ્રાથમિક શાળા, શ્રી સરસ્વતી કન્યા વિદ્યાલય, મંગલમૂર્તિ વિદ્યાલય તેમજ શ્રી શિશુભારતી સ્કૂલમાં ચિત્રકાર ભરતભાઈ ચૌહાણ અને જયદીપભાઈ ભેડા દ્વારા માટીના ગણપતિ બનાવીને વિદ્યાર્થીઓ સમક્ષ નિદર્શન કરવામાં આવ્યું હતું.માટીની મૂર્તિ માટે પહેલ:પર્યાવરણ રક્ષા માટે મહુવાની સંસ્થા ખોડિદાસ પરમાર આર્ટ ફાઉન્ડેશનનો ‘ઇકો ફ્રેન્ડલી ગણેશ વર્કશોપ’ ભાવનગર21 કલાક પહેલા વિવિધ શાળાઓમાં માટીના ગણપતિ નિર્માણનું પ્રત્યક્ષ નિદર્શન સાથે માર્ગદર્શન આગામી દિવસોમાં ગણેશ ચતુર્થીનો પર્વ આવી રહ્યો છે. થોડાં વર્ષોથી આપણે ત્યાં પ્રતિવર્ષ વિઘ્નહર્તા ગણેશજીની POP (પ્લાસ્ટર ઓફ પેરિસ)ની મૂર્તિઓના સ્થાપનનું પ્રચલન વધી રહ્યું છે. આપણે જાણીએ છીએ કે, આ POP મૂર્તિનું પાણીમાં વિઘટન થતું નથી. જેને લીધે નદી, જળાશય, દરિયામાં રહેલ જીવસૃષ્ટિને વ્યાપક નુકસાન પહોંચાડે છે. તેને અટકાવવા માટે મહુવાની ખોડિદાસ પરમાર આર્ટ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા માટીની મૂર્તિ બનાવવા માટેની પહેલ કરવામાં આવી છે. આ સંસ્થા દ્વારા આ ઉપરાંત ઈન્વાયરમેન્ટ કન્ઝર્વેશન યુથ ક્લબના સહયોગથી ‘ઇકો ફ્રેન્ડલી ગણેશ વર્કશોપ’ મહુવાની વિવિધ શાળાઓમાં આયોજિત કરીને વિદ્યાર્થીઓને પર્યાવરણ રક્ષણના પાઠ શીખવવામાં આવી રહ્યાં છે.
