ઓગસ્ટ મહિનામાં ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોના નો કહેર હળવો પડ્યો છે ત્યારે સ્વાઈન ફ્લૂએ કહેલ મચાવ્યો છે અને આજે સ્વાઈન ફ્લૂથી શહેરમાં એક મોત થતાં આ ઓગસ્ટ માસમાં જ આજે સ્વાઈન ફ્લૂથી ભાવનગર શહેરમાં પાંચમું મોત નોંધાયું હતું. શહેરમાં આજે સ્વાઈન ફ્લૂના નવા બે કેસ પણ નોંધાયા હતા.nnશહેરમાં આજે ભરતનગર વિસ્તારમાં રહેતા 52 વર્ષીય પુરુષનું સ્વાઈન ફ્લૂથી મોત નિપજ્યું હતું જ્યારે ભાવનગર શહેરના ભરતનગરમાં જ રહેતા 52 વર્ષીય પુરુષ અને ઘોઘા જકાતનાકા વિસ્તારમાં રહેતા 50 વર્ષે પુરુષને સ્વાઈન ફ્લૂ હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું.સ્વાઇન ફ્લુ:વધુ એક મોત થતા સ્વાઇન ફ્લુથી આ માસમાં શહેરમાં પાંચમું મોત ભાવનગર9 કલાક પહેલા 12 દિવસ બાદ ભાવનગર ગ્રામ્યમાં કોરોનાએ દેખા દીધા : 2 કેસ શહેરમાં હાલ કોરોના પોઝિટિવના 21 અને ગ્રામ્યમાં 2 મળીને કુલ 23 દર્દી સારવારમાં ઓગસ્ટ મહિનામાં ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોના નો કહેર હળવો પડ્યો છે ત્યારે સ્વાઈન ફ્લૂએ કહેલ મચાવ્યો છે અને આજે સ્વાઈન ફ્લૂથી શહેરમાં એક મોત થતાં આ ઓગસ્ટ માસમાં જ આજે સ્વાઈન ફ્લૂથી ભાવનગર શહેરમાં પાંચમું મોત નોંધાયું હતું. શહેરમાં આજે સ્વાઈન ફ્લૂના નવા બે કેસ પણ નોંધાયા હતા.nnશહેરમાં આજે ભરતનગર વિસ્તારમાં રહેતા 52 વર્ષીય પુરુષનું સ્વાઈન ફ્લૂથી મોત નિપજ્યું હતું જ્યારે ભાવનગર શહેરના ભરતનગરમાં જ રહેતા 52 વર્ષીય પુરુષ અને ઘોઘા જકાતનાકા વિસ્તારમાં રહેતા 50 વર્ષે પુરુષને સ્વાઈન ફ્લૂ હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લે કોરોના પોઝિટિવનો નવો કેસ 15 ઓગસ્ટે નોંધાયા બાદ છેલ્લાં 12 દિવસથી એક પણ નવા પોઝિટિવ કેસ મળ્યા ન હતા પણ આજે ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં બે નવા પોઝિટિવ કેસ નોંધાતા હવે ગ્રામ્ય વિસ્તાર પણ કોરોનામુક્તમાંથી કોરોનાયુક્ત થઇ ગયો છે. ભાવનગર શહેરમાં પણ આજે કોરોના પોઝિટિવના નવા બે કેસ નોંધાયા હતા. ભાવનગર શહેરમાં હાલ કોરોના પોઝિટિવના 21 અને ગ્રામ્યમાં 2 મળીને કુલ 23 દર્દી કોરોનાની સારવારમાં છે. ભાવનગર શહેરમાં કોરોના પોઝિટિવના આજે બે નવા કેસ નોંધાયા હતા.જેમાં સ્ટાફ ક્વાર્ટરમાં રહેતો 30 વર્ષીય યુવક તથા ન્યૂ બોયઝ હોસ્ટેલમાં રહેતા 20 વર્ષયી યુવકનો સમાવેશ થાય છે.આજે બે કેસ નોંધાતા હવે શહેરમાં કોરોનાના એક્ટિવ દર્દીની સંખ્યા 21 થઇ ગઇ છે. આજ સુધીમાં શહેરમાં કોરોનાના કુલ 21,816 પોઝિટિવ દર્દી નોંધાયા છે અને તે પૈકી 21,598 દર્દીઓ કોરોનામુક્ત થઇ ગયા છે. આજ સુધીમાં શહેરમાં સરકારી ચોપડે 197 દર્દીના મોત થયા છે. ભાવનગર ગ્રામ્ય કક્ષાએ છેલ્લે 15 ઓગસ્ટે પોઝિટિવ દર્દી નોંધાયા બાદ એક પણ દર્દી નોંધાયા ન હતા. પણ હવે આ શૃંખલા તૂટી છે અને આજે બે દર્દી પોઝિટિવ નોંધાયા છે. આ બે દર્દીમાં ઉમરાળાના રંઘોળાના 25 વર્ષીય યુવતી તથા ભાવનગરના જૂના રતનપરના 30 વર્ષીય યુવકનો સમાવેશ થાય છે. આ બન્ને દર્દી ઘરે રહીને સારવાર લઇ રહ્યાં છે. આમ ચોમાસામાં હાલ ભાવનગરમાં ફેફસાને નુકસાન કરે તેવા સ્વાઈન ફ્લૂ અને કોરોનાના રોગચાળા વ્યાપક ફેલાયા છે.
