Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

પીએમ મોદીએ કહ્યું, જેને કચ્છ નથી જોયો તેને કંઈ નથી જોયું, કચ્છની લિજ્જતદાર દાબેલી અને ખારેકના કર્યા વખાણ

જેને કચ્છ નથી જોયો તેને કંઈ નથી જોયું. આ વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છમાં યોજાએલા વિવિધ ઉદઘાટન કાર્યક્રમમાં કહી હતી. આ સાથે તેમણે કહ્યું કે, કચ્છ ક્ષેત્રે દરેક માટે આકર્ષી રહ્યું છે. અહીં મોટી સંખ્યામાં ટુરીઝમ આવી રહ્યું છે. એશિયાનો ઈકોનોમિક ઝોન કચ્છમાં છે. તેમ પીએમએ કહ્યું હતું.

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી  મોદીએ ભુજમાં 4,400 કરોડના વિકાસકાર્યોનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરવાના છે. સાથો સાથ 470 એકર વિસ્તારમાં બનાવવામાં આવેલા સ્મૃતિવનનું ઉદધાટ કર્યું હતું. જેમાં 1745 કરોડના ખર્ચે બનેલ કચ્છ નહેરનો સમાવેશ થાય છે.
ભૂજના યુનિવર્સિટી ગ્રાઉન્ડથી વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ઉદઘાટન વડાપ્રધાને કર્યા હતા. જેમાં અંજારના વીર બાળક સ્મારકનું લોકાર્પણ કર્યું હતું. સોલાર સંચાલિત મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. 190 કરોડના પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું જે પ્લાન્ટ થકી મોટી વીજળી ઉત્પાદન કરશે. આ સાથે સ્મૃતિ વનનું લોકાર્પણ પણ કર્યું હતું.

વડાપ્રધાને સ્મૃતિવન મેમોરિયલમાં વિજ્ઞાન સેન્ટરમાં જઈ તેમણે ઝાંખી નિહાળી હતી. સ્મૃતિવન મેમોરિયલનું લોકાર્પણ કર્યા બાદ વડાપ્રધાન મોદીએ તેમાં બનાવેલા વિજ્ઞાન સેન્ટરની મુલાકાત લીધી. તેના અલગ અલગ પ્રકલ્પોની ઝાંખી વડાપ્રધાને નિહાળી હતી.

ભૂકંપ પછી ઊભા થયેલા કચ્છે પોતાને જ નહીં સમગ્ર ગુજરાતને ગતિ આપી છે. વડાપ્રધાને જણાવ્યુ કે, કચ્છની દાબેલી, ભેળપુરી, છાશ અને ખારેક દુનિયાભરમાં વખણાય છે. કચ્છમાંથી અનેક ફળ આજે વિદેશ સુધી મીઠાશ ફેલાવી રહ્યા છે. વડાપ્રધાને કહ્યુ કે, તેમાં કચ્છના કમલમ ફ્રુટની પણ બાદબાકી ન થઇ શકે. તેમ વડાપ્રધાને તેમના ઉદબોધનમાં આ વાત કહી હતી. જેની સાથે કચ્છ વાસીઓએ તાળીઓના ગળગળાટથી વડાપ્રધાનની આ વાતને વધાવી લીધી અને મોદી મોદી શબ્દો ગૂંજતા જોવા મળ્યા હતા.

संबंधित पोस्ट

गुजरात चुनाव: आचार संहिता उल्लंघन मामला, चुनाव आयोग बना ने पीएम को दी क्लीनचीट

Admin

વાઈબ્રન્ટ ગુજરાત અંતર્ગત યોજાનાર ઈન્ટરનેશનલ કોન્ફરન્સમાં પાટણ યુનિવર્સિટી પહેલી વખત ભાગ લેશે

Karnavati 24 News

ભારત જોડો યાત્રા : પદયાત્રામાં સામેલ કોંગ્રેસના ચાર કાર્યકરોને કરંટ લાગ્યો

Admin

કાનન દેખી: રાજનાથ અને ગડકરી રાજનીતિની નૈતિકતા અને ગૌરવ કેમ ગુમાવી રહ્યા છે?

Karnavati 24 News

ઉદ્ધવને વધુ એક ઝટકો! CAG કરશે BMCની બે વર્ષની તપાસ, શિંદેનો આદેશ

Admin

પેપર લીક મામલે કમલમમાં વિરોધ કરતા આમ આદમી પાર્ટીના નેતાઓને મળ્યા જામીન

Karnavati 24 News
Translate »