Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

જામનગર નજીકના દરેડ ગામે માતાના ઠપકાથી લાગી આવતા પરપ્રાંતિય યુવાનનો આપઘાત

જામનગર નજીકના દરેડ ગામે અને ઔદ્યોગિક વિસ્તારમાં મજૂરી કામ કરતાં એક પરપ્રાંતિય યુવાને ભાડાની ઓરડીમાં ગળાફાંસો ખાઇ જીવતરનો અંત આણ્યો છે. નિયમિત મજૂરી કામે ન જતાં મૃત્તકને તેની માતાએ વતનમાં ચાલ્યું જવાનું રહેતાં તેને લાગી આવ્યું હતું અંતિમ પગલું ભરી લીધું હોવાનું પોલીસમાં જાહેર થયું છે. જામનગરમાં આપઘાતનો વધુ એક બનાવ સામે આવ્યો છે. જેની વિગત મુજબ જામનગર નજીકના દરેડ જીઆઇડીસી વિસ્તારમાં મસીતિયા રોડ પર મુરલીધર સોસાયટી પાછળ આવેલ ખોલીની ઓરડીમાં રહેતાં દેવપ્રકાશ અંબાપ્રકાશ ગંગવાર (ઉ.વ.25) નામના મૂળ ઉત્તરપ્રદેશના પરપ્રાંતિય યુવાને ગઇકાલે સાંજે સાતેક વાગ્યે પોતાના ઘરે લોખંડના પાઇપમાં સાડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. મૃત્તક યુવાનના માતા પ્રેમવતીબેન ગંગવારે આ બનાવ અંગે પંચકોષી બી ડિવિઝન પોલીસ દફતરને જાણ કરી હતી. જેને લઇને ઘટનાસ્થળે પહોંચેલ પોલીસે મૃત્તકનો કબ્જો સંભાળી, જી.જી.હોસ્પિટલ ખસેડી પીએમ વિધી પાર પાડી હતી. આ બનાવ અંગે પોલીસે મૃત્તકના માતાનું નિવેદન નોંધ્યું હતું. જેમાં મૃત્તક નિયમિત મજૂરી કામ કરવા ન જતો હોવાથી તેને વતનમાં ચાલ્યા જવાનું કહ્યું હતું. માતાએ વતનમાં ચાલ્યા જવાનું કહેતા યુવાને અંતિમ પગલું ભરી લીધું હોવાનું જાહેર થયું છે.

संबंधित पोस्ट

 વાંકાનેરના રહેણાંક મકાનમાંથી 6.5 કિલો ગાંજાના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો

Karnavati 24 News

અંકલેશ્વર માં લોકડાયરા વચ્ચે હવામાં ફાયરિંગ કરતો એક યુવાન નજરે પડ્યો

Karnavati 24 News

શંખેશ્વરની મહિલા ના બીજા પતિએ મહિલાને ઢોર મારી દિવાલે માથુ પછાડ્યું,ઘરસંસાર ટકાવી રાખવા દોઢ વર્ષ ત્રાસ સહન કર્યો

Karnavati 24 News

પેરિસથી આવેલા પાર્સલમાં 15 કરોડનું ડ્રગ્સ મળ્યું, મુંબઈ એરપોર્ટ પર DRIની કાર્યવાહી

Admin

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો, રવિવારે જ પીએમએ બતાવી હતી લીલી ઝંડી

Admin

સુરેન્દ્રનગર એ-ડિવિઝન પોલીસે લક્ષ્મીપરા વિસ્તારમાં નમકીન અને ફરસાણની દુકાનમાં ચોરીના આરોપીને ગણતરીના દિવસોમાં ઝડપી પાડયો

Karnavati 24 News
Translate »