Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

 વઢવાણ કારિયાણી ગામે થી વીજ ચેકીંગ દરમિયાન વીજ ચોરી ઝડપાઈ

વઢવાણ તાલુકાના કારીયાણી ગામે વીજટીમે ચેકિંગ હાથ ધર્યુ હતુ. જેમાં ગામમાં આવેલા ટીસીમાં જ સીધુ વીજ કનેકશન આપીને ચોરી પકડાતા સત્યમ એન્ટરપ્રાઇઝને રૂ. ૭૦.૧૦ લાખનો દંડ કરવામાં આવતા વીજચોરી કરતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો.

…આ અંગે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં દિવસે દિવસે વીજચોરી વધી રહી છે. જેના કારણે વીજલોશનો સામનો વીજતંત્રને કરવો પડી રહ્યો છે. લોકો ધંધાકીય પ્રવૃત્તિઓ માટે પણ વીજલાઈનના વીજ ટ્રાન્સફોર્મરમાં સીધા જ કનેકશન આપીને વીજચોરીની ઘટનાઓ બહાર આવતા વીજતંત્ર દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે વઢવાણ તાલુકાના કારીયાણી ગામે વઢવાણ પીજીવીસએલની ટીમે વીજ ચેકિંગ હાથ ધર્યુ હતુ. જેમાં સત્યમ એન્ટપ્રાઇઝ ઔદ્યોગિક વપરાશમાં ચેકિંગ કરાતા વીજટ્રાન્ફોર્મરમાં જ સીધુ જોડાણ આપીને વીજચોરી થતી હોવાનું બહાર આવ્યુ હતુ. ત્યારે પીજીવીસીએલ તંત્રની ટીમે વીજચોરી બાબતે રૂ. ૬૨.૮૦ લાખ અને કંમ્પાઉન્ડીંગ ચાર્જની રકમ રૂ. ૭.૨૯ લાખ સહિત કુલ રૂ.૭૦.૧૦ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જ્યારે વીજચોરી બાબતે પોલીસે ફરિયાદની તજવીજ હાથ ધરી હતી. જ્યારે મોટા પાયે વીજ ચોરી ઝડપાતા વીજ ચોરી કરતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો.

संबंधित पोस्ट

વૃદ્ધોની પાછળ ઉભો રહી, છેતરી તેમનું એટીએમ ઉપયોગ કરી પૈસા ઉઠાવનાર એન્જિનયર ઝડપાયો, પોલીસે 81 એટીએમ ઝડપ્યા

Admin

मेडिकल की आड़ में अवैध अस्पताल चला रहे है फर्जी डॉक्टर, आए दिन ले रहा है मासूमों की जान अनदेखी व लापरवाही का खामियाजा मासूम ग्रामीणों को भुग

Admin

JNUમાં બ્રાહ્મણ વિરોધી નારાથી ઉશ્કેરાયુ ABVP, ગિરિરાજ સિંહે બોલ્યા – ટુકડે-ટુકડે ગેંગનું કેન્દ્ર છે

Admin

 કચ્છમાં અપમૃત્યુના વધુ બે બનાવોથી અરેરાટી

Karnavati 24 News

જૂનાગઢ તાલુકાના વધાવી ના ખેડૂત સાથે ગાય ખરીદવાના નામે ૬૦ હજારની ઠગાઈ

Karnavati 24 News

દમણ બેવડી હત્યામાં જિલ્લા પંચાયતના માજી પ્રમુખને 4 વર્ષ કેદની સજા

Karnavati 24 News