દાહોદ શહેરના એક વિસ્તારમાં રહેતા એક પરિવારની દીકરી જે મંદબુદ્ધિની હોય અને તે પોતાના ઘર આગળ રમી રહી હતી તેવા સમયે તેના માતા પિતાને તે દીકરી ત્યાં રમવા ન દેખવા મળતા તેના માતા પિતાએ તેના પરિવાર સાથે આખાય દાહોદ શહેરમાં શોધખોળ આદરી હતી અને આખરે એ દીકરી ના પરિવારના સભ્યો દાહોદના રળીયાતી ગામ તરફ શોધખોળ કરી રહ્યા હતા ત્યારે રળીયાતી બાજુમાં આવેલા જુના તુટેલા મકાનોમાં તે મંદબુદ્ધિની યુવતી ને તરવાડીયા ગામનો યુવક વિજય રમેશ પંણદા લઈને ઉભો હતો તેવા સમયે તે પરિવારે દાહોદ એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી અને આજુબાજુના લોકો તેમજ પોલીસ દોડી આવતા તે યુવકને પકડી લેવામાં આવ્યો હતો અને દાહોદ ટાઉન પોલીસ મથક ખાતે લાવી તેની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે મંદ બુદ્ધિની યુવતી ને તે તરવાડીયા ગામનો યુવક પટાવી ફોસલાવી અપહરણ કરી રળીયાતી ખાતે લઈ ત્યાં મન બુદ્ધિની યુવતી ઉપર દુષ્કર્મ આચર્યું હોવાનું પરિવારજનો નો આક્ષેપ કરાયો હતો પોલીસે આ મામલે તરવાડીયા ગામનો આરોપી વિજય રમેશ પંણદા સામે ગુનો દાખલ કરી દાહોદ એ ડિવિઝન પોલીસે કાયદેસરની વધુ તપાસ હાથ ધરી છે

previous post