Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

ये पुलिस स्टेशन है… तुम्हारा घर नहीं…સાઠંબા પોલિસ સ્ટેશનમાં બાઇક ચોરને માર મારનાર 6 ઝડપાયા, PSO અને PSI સામે તપાસના આદેશ

અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં આવેલા સાઠંબા પોલિસ સ્ટેશનમાં બનેલી ઘટનાને લઇને પોલિસ બેડામાં સનસનાટી મચાવી દેતા પોલિસ હરકતમાં આવી 6 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આ સાથે જ પોલિસ સ્ટેશનમાં બનેલી આટલી મોટી ઘટનાને લઇને બેદરકારી દાખવનાર પીએસઓ અને પીએસઆઈ સામે ખાતાકીય તપાસના આદેશ જિલ્લા પોલિસ વડાએ આપ્યા છે.

વાત જાણે એમ છે કે, 21 ઓગસ્ટના રોજ એક વીડિયો વાઈરલ થયો હતો, જેમાં એક શંકાસ્પદ વ્યક્તિને પોલિસ સ્ટેશન લવાયો હતો, જેને કેટલાક લોકો મારપીટ કરી રહ્યા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. પોલિસ સ્ટેશનમાં શંકાસ્પદ વ્યક્તિ પર આરોપ હતો કે તેણે બાઈક ચોરી કરી હતી, જેને લઇને લોકોના ટોળે ટોળા 14 ઓગસ્ટના રોજ ઉમટી પડ્યા હતા, અને ત્યારબાદ પોલિસ સ્ટેશનમાં કથિત બાઈક ચોર સાથે મારપીટ કરી હતી અને ટોળાએ કાયદો હાથમાં લીધો હતો. પોલિસ સ્ટેશનમાં બનેલી આટલી મોટી ઘટનાને લઇને પોલિસની કામગીરી પર સવાલો ઉઠતા પોલિસે તાબડતોબ કાર્યવાહી કરી અને 7 લોકો સામે ગુનો નોંધીને તમામને ઝડપી પાડ્યા છે.

પોલિસ સ્ટેશનમાં જ બાઈક ચોર સાથે મારપીટ કરીને પૂછપરછ કરનાર આરોપીઓ સામે ગુનોં તો નોંધ્યો જ છે પરંતુ પોલિસ સ્ટેશનમાં હાજર પીએસઓ અને પીએસઆઈ સામે જિલ્લા પોલિસ વડાએ ખાતાકીય તપાસના આદેશ આપતા પોલિસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ત્યારે પોલિસ સ્ટેશનની વાત આવતા ઝંઝીર ફિલ્મમાં અમિતાભ બચ્ચનનો ડાયલોગ પણ ચોક્કસથી યાદ આવી જાય..

પોલિસે પકડેલ આરોપીઓના નામ

  • ઇશાનકુમાર અનીલભાઈ પટેલ, રહે. રણેચી, તાલુકો – બાયડ
  • અલ્પેશસિંહ પ્રવિણસિંહ સોલંકી, રહે. વાલાની મુવાડી, તાલુકો – બાયડ
  • કુંદનગીરી ચંદુગીરી ગોસ્વામી, રહે. સાઠંબા, તાલુકો – બાયડ
  • બળવંતસિંહ બાલુસિંહ પરમાર,રહે. વાલાની મુવાડી, તાલુકો – બાયડ
  • શક્તિસિંહ મોતીસિંહ સોલંકી,રહે. ખડક, તાલુકો – વિરપુર, જિ. મહિસાગર
  • કિશના પુનમભાઈ પરમાર,રહે. વાલાની મુવાડી, તાલુકો – બાયડ

संबंधित पोस्ट

શ્રદ્ધા હત્યા કેસ માટે દિલ્હીમાં બોલાવવામાં આવેલી મહાપંચાયતમાં હંગામો, મહિલાએ પુરુષને ચપ્પલથી માર્યો દે ધનાધન માર

Admin

 સમા રોડ સ્થિત પિત્ઝા પાર્લરના સંચાલક અને હાલોલના યુવકે બર્થડે પાર્ટીમાં આમંત્રિત સગીરા સાથે આચર્યું દુષ્કર્મ

Karnavati 24 News

જામનગર નજીકના દરેડ ગામે માતાના ઠપકાથી લાગી આવતા પરપ્રાંતિય યુવાનનો આપઘાત

Karnavati 24 News

વ્યારામાં ઇંગ્લીશ દારૂની 72 બોટલ સાથે એક શખ્સ ઝડપાયો, બે વોન્ટેડ

Karnavati 24 News

हैरान कर रहा ट्रैफिक पुलिस का कारनामा, जानिए कैसे करते हैं पैसे की वसूली

Admin

અમરેલી તાલુકાના મોણપુર નજીકથી 22 બોટલ દારૂ સાથે ત્રણ શખ્સો ઝડપાયા

Karnavati 24 News
Translate »