Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સિનિયર સિટીઝન કક્ષ શરૂ થયાના માત્ર ૬ મહિનામાં ૧૦ હજારથી વધુ વયસ્કોએ લાભ મેળવ્યો



(જી.એન.એન) તા.૧૨

અમદાવાદ,

આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના રાજ્યની તમામ સરકારી હોસ્પિટલમાં વયસ્ક દર્દીઓ માટે સ્પેશિયલ જીરીયાટ્રીક કેરના સૂચનના પગલે આ કક્ષ તૈયાર કરાયો છે : ડૉ. રાકેશ જોષી* ૮૫થી ૯૦ વર્ષની વયના ૧૨૫ જેટલા દર્દીઓ* ૯૦થી  વધુની વયના ૧૦૦ જેટલા દર્દીઓ એ મેળવ્યો સિનિયર સિટીઝન કક્ષનો લાભ* ૬૫ વર્ષ કે તેથી વધુ વયના દર્દીઓ ને મળે છે આ ખાસ સુવિધા * સરકારી હોસ્પિટલમાં હોસ્પિટલ સાથે હોસ્પિટાલિટીનો અનુભવ થાય ત્યારે ગરીબ દર્દીઓ એમ ચર્ચા કરવા લાગે છે કે  “સરકારી  હોસ્પિટલમાં આવીને આપણે સાચો નિર્ણય લીધો…  ઘણા ઓછા ખર્ચે અહીં ઉમદા સારવાર મળે છે અને સરભરા પણ સારી કરવામાં આવી રહી છે….”રાજ્યની કેટલીક ખાનગી હોસ્પિટલ અને કોર્પોરેટ સેક્ટરમાં વયસ્કો માટે જે સ્પેશિયલ કેર ઉપલબ્ધ હોય છે, તેવી જ સુવિધાઓ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ઉપલબ્ધ કરાઇ છે .અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જૂન ૨૦૨૪માં ૬૫થી વધુની વયના વયસ્કો માટે  શરૂ કરાયેલો ‘સિનિયર સિટીઝન પ્રતિક્ષા કક્ષ’ ખરા અર્થમાં દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઇ રહ્યો છે.આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલની વયસ્ક દર્દીઓ માટે સ્પેશિયલ જીરીયાટ્રીક કેર ઉપલબ્ધ કરાવવા રાજ્યની તમામ સરકારી હોસ્પિટલમાં માટે અલગથી કેસ બારી રાખી તેમને પ્રાથમિકતા આપવા અને અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા સૂચના આપવામાં આવી હતી. જેના પગલે સિવિલ હોસ્પિટલ અમદાવાદ દ્વારા જૂન ૨૦૨૪માં એક નવીનતમ પહેલ કરી સિનિયર સિટીઝન પ્રતિક્ષા કક્ષની સેવાઓ વયસ્ક દર્દીઓની તકલીફોને ધ્યાનમાં રાખી તેમને તમામ સેવાઓમાં પ્રાથમિકતા મળે તેવા ઉમદા હેતુથી શરૂ કરવામાં આવી રહી છે.આ અંગે વધુ વિગતો આપતા સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, આજથી છ મહીના પહેલા શરૂ કરવામાં આવેલી આ સેવા વયસ્ક દર્દીઓ માટે આશીર્વાદ સમાન સાબિત થઇ રહી છે.આજદિન સુધી ૧૦,૩૪૧ જેટલા સિનિયર સિટીઝન દર્દીઓ આ સેવાનો લાભ લઇ ચૂક્યા છે, જેમાં ૪૧૬૯ મહિલા અને ૬૧૭૨ પુરુષ દર્દીઓનો સમાવેશ થાય છે. અત્રે નોંધનીય બાબત એ છે કે ઉક્ત સેવાનો લાભ લેનાર દર્દીઓમાં ૮૫થી ૯૦ વર્ષની ઉંમરના ૧૨૫ જેટલા દર્દીઓ તેમજ ૯૦ વર્ષ કરતાં વધુ ઉમરના ૧૦૦ જેટલા દર્દીઓ છે. શું સુવિધાઓ છે ઉપલબ્ધ??આ સિનિયર સિટીઝન કક્ષમાં વૃદ્ધ દર્દીઓને આરામથી બેસવાની, તેમના અલાયદા કેસ રજિસ્ટ્રેશન ડેસ્કની, પીવાના સ્વચ્છ પાણી તેમજ ટોઇલેટની સાથે જે તે વિભાગના ડૉક્ટરને બતાવવા જવા માટે વ્હીલચેર તેમજ ટ્રોલીની સાથે એક અલગથી અટેન્ડન્ટ મોકલવાઔ તેમને સારવાર તેમજ તપાસમાં પ્રાથમિકતા આપવામાં આવે તે પ્રમાણેની વ્યવસ્થા સિવિલ હોસ્પિટલ  દ્વારા કાર્યરત કરવામાં આવી છે.

संबंधित पोस्ट

કમલમ પાસે સર્વિસ રોડ ઉપર કારની અડફેટે મોપેડ સવાર વૃદ્ધનું મોત થયું

Gujarat Desk

GUJCOST અને GEDA સાથે મળીને ઊર્જા સંરક્ષણ પખવાડિયાના ભાગ રૂપે શ્રેણીબદ્ધ પબ્લિક આઉટરીચ પ્રોગ્રામ / ઉર્જા વોકનું આયોજન

Gujarat Desk

અમદાવાદમાં પ્રમુખસ્વામીની 100મી જન્મજયંતિની પર 600 એકરમાં પ્રમુખસ્વામી નગર બનાવાયું, આ છે તૈયારીઓ

Admin

રાજ્યના નગરો-મહાનગરોમાં ઈઝ ઓફ લિવિંગ વધારવા એક જ દિવસમાં એકસાથે ૫૩૭ કરોડ રૂપિયા વિવિધ વિકાસ કામો માટે મંજૂર કર્યા

Gujarat Desk

બેગુસરાયમાં CTET પાસ ઈ-રિક્ષાવાળા!

Karnavati 24 News

ગાંધીધામમાં બે દરોડામાં 43 હજારનો દારૂ ઝડપાયો

Gujarat Desk
Translate »