Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

અમદાવાદ-રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગને છ માર્ગીયકરણ કરવા માટે કુલ રૂ. ૩,૩૫૦ કરોડનો ખર્ચ કરાશે: સહકાર રાજ્ય મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા



આ છ માર્ગીયકરણ બાદ મુસાફરી સમયમાં અંદાજે ૩૦ થી ૪૫ મિનિટ જેટલા સમયની તેમજ વાહનોના ઇંધણમાં ૧૦ થી ૧૫ ટકા સુધી બચત: મંત્રી શ્રી વિશ્વકર્મા

(જી.એન.એસ) તા. 17

અમદાવાદ/રાજકોટ,

વિધાનસભામાં અમદાવાદ-રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિશે મુખ્યમંત્રીશ્રી વતી વિગતો આપતા સહકાર રાજ્ય મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ-રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગને છ માર્ગીયકરણ કરવા માટે કુલ રૂ. ૩,૩૫૦ કરોડનો ખર્ચ કરવામાં આવશે. કુલ ૨૦૧.૩૩ કિ.મી. લાંબા આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પૈકી પ્રથમ તબક્કામાં હાથ ધરવામાં આવેલ ૧૯૭ કિ.મી.માંથી ૧૯૩ કિ.મી. એટલે કે ૯૮ ટકા કામગીરી ભૌતિક રીતે પૂર્ણ કરવામાં આવી છે.

મંત્રીશ્રીએ જણાવ્યું કે, અમદાવાદ-રાજકોટના છ માર્ગીયકરણ બાદ નાગરિકોના મુસાફરી સમયમા અંદાજે ૩૦ થી ૪૫ મિનિટ સુધીની બચત સાથે કુલ મુસાફરી સમય ઘટીને ૨.૩૨ કલાકનો થવાનો અંદાજ છે. જેના પરિણામે વાહનોના ઇંધણમાં અંદાજિત ૧૦ થી ૧૫ ટકા સુધીની બચત થશે.

આ પ્રોજેકટ વિશે વધુ માહિતી આપતા મંત્રીશ્રીએ કહ્યું કે અમદાવાદ-રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર કુલ ૩૮ ફલાયઓવર-અન્ડરપાસના સ્ટ્રકચરની કામગીરીનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે પૈકી ૩૪ ફલાયઓવર-અન્ડરપાસ સ્ટ્રકચરની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે તેમજ ૪ સ્ટ્રકચરની કામગીરી પ્રગતિ હેઠળ છે.

આ રાષ્ટ્રીય ધોરીમાર્ગને છ માર્ગીયકરણ કરતા વારંવાર અકસ્માત થતા હોય તેવા બ્લેક સ્પોટના સ્થળે વર્ષ ર૦૧૯ની સાપેક્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ અકસ્માતમાં આશરે ૪૧ ટકાનો ધટાડો થયો છે. આ રસ્તા પર કુલ ૩૪ બ્લેક સ્પોટ હતા જે પૈકી હાલમાં કુલ ૩૧ બ્લેક સ્પોટનો નિકાલ કરવામાં આવ્યો છે અને બાકી ૩ જેટલા બ્લેક સ્પોટનો ઝડપથી નિકાલ કરાવમાં આવશે, તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

संबंधित पोस्ट

રાજ્યના ૩૨ જેટલા માર્ગો પરનું નેટવર્ક સુવ્યવસ્થિત કરવા નવા મેજર-માઈનોર પૂલોના નિર્માણ માટે ૭૭૯ કરોડ રૂપિયા મંજૂર કર્યા

Gujarat Desk

અમદાવાદ શહેરનાં ઓઢવ બ્રિજ નીચે ટ્રાફિક પોલીસ દ્વારા ડીટેઈન કરેલ વાહનોમાં આગ લાગવાની ઘટના

Gujarat Desk

જુનાગઢ મહાનગરપાલિકામાં ભાજપના નગરસેવકોએ મંજીરા વગાડી તંત્રને ઢંઢોળવા કર્યો નવતર વિરોધ

Karnavati 24 News

અમદાવાદમાં પત્નીને પતીને મારી ઘર પર કબ્જો જમાવતા પતીએ હાઈકોર્ટમાં કરી અરજી

Karnavati 24 News

શક્તિપીઠ અંબાજી ખાતે માં અંબાના પ્રાગટ્ય દિવસની ઉજવણી, જ્યોત મિલાપ બાદ શક્તિદ્વાર ખાતે યોજાશે

Gujarat Desk

ગુજરાત સરકાર દ્વારા અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે તમામ જિલ્લા તથા વિભાગના સોશિયલ મીડિયા નોડલ અધિકારીઓની My Gov પોર્ટલ અંગેની બે દિવસીય તાલીમનો પ્રારંભ

Gujarat Desk
Translate »