Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
લાઈફ સ્ટાઇલ

શું પ્રેગનન્સી દરમિયાન સીડી ચઢવી સુરક્ષિત છે? જાણો આ વિશે શું કહે છે એક્સપર્ટ

મહિલાઓ માટે પ્રેગનન્સીનો સમયગાળો બહુ ખાસ હોય છે. આ સમય દરમિયાન મહિલાઓને પોતાનું અને ગર્ભમાં રહેલા બાળકનું ખૂબ ધ્યાન રાખવુ પડે છે. પ્રેગનન્સી દરમિયાન દોસ્ત, પડોશી, સંબંધી એમ કરીને અનેક લોકો પોઝિટિવ રહેવાની સલાહ આપતા હોય છે.  આ સાથે જ ઘરના વડીલો પ્રેગનન્સીમાં સીડીઓ ચઢવાની પણ મનાઇ કરતા હોય છે. એ લોકો માને છે કે પ્રેગનન્સી સમયે ઘરમાં સીડીઓ ચઢવાથી મહિલાઓને થાક લાગે છે જેના કારણે સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. આમ, જો તમે પણ આવું કંઇ વિચારી રહ્યા છો તો જાણો આ વિશે વધુમાં…

જાણો પ્રેગનન્સીમાં સીડીઓ ચઢવાથી થતા ફાયદાઓ વિશે..

  • એક્સપર્ટના જણાવ્યા અનુસાર ગર્ભાવસ્થાના શરૂઆતના 2 થી 3 મહિનામાં મહિલાઓ સીડી ચઢે છે તો હાઇ બ્લડ પ્રેશરની સમસ્યા થતી નથી.
  • સીડીઓ ચઢવાથી જેસ્ટેશનલ ડાયાબિટીસનો ખતરો ઓછો થઇ જાય છે.
  • સંશોધન અનુસાર ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓ સીડી ચઢે છે તો એમના સ્વાસ્થ્ય પર પોઝિટિવ પ્રભાવ પડે છે.

જાણો પ્રેગનન્સીમાં સીડીઓ ચઢવાથી થતા નુકસાન વિશે…

  • પ્રેગનન્સીના ચોથા અથવા પાંચમાં મહિના પછી મહિલાઓના શરીર પર ભાર થવા લાગે છે. એવામાં સીડીઓ ચઢતી વખતે પડવાનો ભય વધારે રહે છે.
  • આ સમય દરમિયાન મહિલાઓને થાક વધુ પ્રમાણમાં લાગે છે, જેના કારણે તમે સીડી ચઢો છો તો શ્વાસ લેવામાં તકલીફ પડે છે. આ સાથે જ અચાનક પાણીની તરસ લાગવા લાગે છે.
  • 6 થી 7 મહિનામાં તમે ઝડપથી સીડીઓ ચઢો છો તો ગર્ભપાત થવાનો ખતરો વધી જાય છે. આમ, જો મહિલાઓ પાંચમા મહિના પછી સીડીઓ ચઢે છે તો આનાથી બાળકો પર ખરાબ અસર પડી શકે છે. આ સાથે જ જન્મ દરમિયાન બાળકનું વજન પણ ઓછુ થઇ શકે છે.
  • પ્રેગનન્સી સમય દરમિયાન તમે સીડીઓ ચઢી રહ્યા છો તો કોઇ પણ જાતની ઉતાવળ કરશો નહિં.
  • હંમેશા ધીરે-ધીરે સીડીઓ ચઢો. આ સાથે જ સીડી ઉતરો એટલે એક હાથથી રેલિંગ પકડીને ઉતરો.

 

संबंधित पोस्ट

ભૂલ્યા વગર શરીરના ‘આ’ અંગ પર લગાવો મધ, જડમૂળથી આ બીમારીઓ થઇ જશે ખતમ

Karnavati 24 News

ફેશન સ્ટાઇલના 8 પ્રકાર: કપડાંના વલણો માટે એક સરળ માર્ગદર્શિકા

Karnavati 24 News

શું તમે વધતા વજનથી પરેશાન છો? આ ઉપાયથી પેટની ચરબી એક ચપટીમાં ઓગળી જશે

Karnavati 24 News

ચહેરો ક્યારેય નહીં દેખાઈ વૃદ્ધિ, બસ આ પાનનો કરો આ રીતે ઉપયોગ…

Karnavati 24 News

કોરોનાના ચોથા મોજાનો ખતરો તોળાઈ રહ્યો છે; રાજસ્થાનમાં 155% કેસ વધ્યા, મધ્યપ્રદેશમાં 132% કેસ વધ્યા અને દિલ્હીમાં બેકાબૂ

રાત્રે સૂતી વખતે પીવો આ 2 ડ્રિંક્સ, તમને જિમ ગયા વગર જ મળશે ફ્લેટ ટમી.

Karnavati 24 News