ગિરનારની તળેટીમાં સ્વાતંત્ર પર્વની ઉજવણી માટે દર વખતની જેમ આ વખતે પણ રૂદ્રેશ્વર જાગીર આશ્રમ ખાતે ભવનાથ સાધુ મંડળના પ્રમુખ અને સંત અગ્રણી ઇન્દ્રભારતી બાપુ દ્વારા સ્વતંત્ર પર્વની રાષ્ટ્રધ્વજ ફરકાવી ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણી પ્રસંગે ભવનાથ વિસ્તારના સાધુ-સંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશી સાહેબ ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્મા ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચા સહિતના અનેક રાજકીય નેતાઓ પણ આ રાષ્ટ્રીય કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા સાધુ સંતોએ રાજધર્મની સાથે રાષ્ટ્રધર્મ પણ બજાવો જોઈએ તેવી પણ અપીલ કરી હતી ગરવા ગિરનારની ગોદમાં રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ ખાતે ધ્વજવંદન કાર્યક્રમમાં ભારત વિશ્વ ગુરુ બને તેવી સાધુ સંતોએ પ્રાર્થના કરી હતી સાધુ સંતો દ્વારા સ્વાતંત્ર પર્વની ઉજવણી પ્રસંગે મુસ્લિમ સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને કોમી એકતા નું પ્રતીક પણ જોવા મળ્યું હતું આ કાર્યક્રમમાં ભાજપ કોંગ્રેસના હોદ્દેદારો પદાધિકારીઓ અધિકારીઓ સહિતના અનેક રાષ્ટ્રપ્રેમી મ લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા અને દર વખતની જેમ આ વખતે પણ સાધુ સંતોએ સ્વાતંત્ર પર્વની ઉજવણી કરી હતી
