રક્ષાબંધનનો પવિત્ર તહેવારના દિવસે બહેન ભાઈને રાખડી બાંધવા જાય છે ત્યારે આ પવિત્ર પર્વ રાજકોટ એસ.ટી ડિવિઝનને ફાયદારૂપ નીવડ્યું હોય તેમ એક જ દિવસમાં 58 લાખની કમાણી કરી હતી. રાજકોટથી જામનગર, જૂનાગઢ, અમદાવાદ, મોરબી દ્વારકા અને પોરબંદર જવા માટે અનેક એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી. રાજકોટ એસ.ટી ડિવિઝનને સામાન્ય દિવસોમાં રૂ. 44 થી રૂ. 45 લાખની આવક થતી હોય છે પરંતુ રક્ષાબંધનનો ખાસ તહેવાર હોવાથી આજે વધુ 13 લાખની અવાક થઇ હતી.
રક્ષાબંધન ઉપરાંત જન્માષ્ટમી તહેવાર પણ નજીક છે અને તેમાં પણ સૌરાષ્ટ્રમાં સાતમ આઠમનું ખુબ જ મહત્વ છે ત્યારે એડવાન્સ બુકીંગ માટે મોટી લાઈન જોવા મળી હતી અને હજુ પણ તહેવારના દિવસોમાં એક્સ્ટ્રા બસો દોડાવવમાં આવશે. રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં રક્ષાબંધનના પવિત્ર તહેવારના દિવસે એસ.ટી બસોમાં ભારે ભીડ જોવા મળી હતી. પોતાના ભાઈને રાખડી બાંધવા માટે બહેન ભાઈના ઘરે બાંધવા માટે જતા એસ.ટી બસોમાં ઘસારો જોવા મળ્યો હતો.
રાજકોટ, જામનગર, જૂનાગઢ, મોરબી, ગોંડલ, સહીત એસ.ટી ડેપોમાં વરસાદના વાતાવરણ વચ્ચે પણ ભારે ભીડ જોવા મળી હતી. રાજકોટ એસ.ટી ડિવિઝનના સૂત્રોના જણાવ્યા અનુસાર રક્ષાબંધન અને સ્વત્રંતપર્વની રાજકોટ ડિવઝન માટે ફળદાયી રહ્યો હતો. રાજકોટ એસ.ટી બસોમાં એડવાન્સ બુકીંગ માટે પણ મુસાફરોની લાંબી કતારો જોવા મળી હતી. રાજકોટ એસ.ટી તંત્રના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં સાતમ આઠમ તહેવાર નિમિતે પણ વધુ બસો દોડાવવામાં આવશે.