Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्य

“કેડર બેઝ નહિ, ગેંગ બેઝ પાર્ટી” બની ભારતીય જનતા પાર્ટી – નિશાંત રાવલ

અખબારી યાદી
તા. ૯-૧-૨૦૨૫
ભાજપનો આંતરિક વિખવાદ
• ભાજપના તમામ જિલ્લામાં ચાલી રહેલા આંતરિક વિખવાદના લીધે ગુજરાતની જનતા પીસાઈ રહી છે
• “કેડર બેઝ નહિ, ગેંગ બેઝ પાર્ટી” બની ભારતીય જનતા પાર્ટી – નિશાંત રાવલ
• “ભાજપની આ આંતરિક ભવાઈઓ” થી ગુજરાતની જનતાના કામો લટક્યા, જનતા માત્ર કામ માટે લાઈનમાં ઉભા રહેવા મજબુર – નિશાંત રાવલ
• ગુજરાતની ભાજપ આંતરિક લડાઈઓમાં હવે એક જ્વાળામુખી પર બેઠી છે, જે ગમે ત્યારે ફાટે એવી સંભાવના છે – નિશાંત રાવલ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા શ્રી નિશાંત રાવલે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી માં કઈ પણ સારું ચાલી રહ્યું નથી, ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભાજપના નેતાઓ એક બીજાને નીચા પાડવા વ્યસ્ત છે, હાલમાં વડોદરા શહેરમાં જયારે ભાજપના નવા પ્રમુખની નિમણુંકની બાબત બની ત્યારે ભાજપના 200 જેટલા કાર્યકરો, ચાલુ અને પુર્વ ધારાસભ્યો, ચાલુ અને પુર્વ કાઉન્સલરો, ચાલુ અને પુર્વ હોદેદારો વડોદરામાં તેમની જ પાર્ટીના સંગઠન વિરુદ્ધ એક હોટેલ માં ભેગા થવાની બાબત સામે આવી હતી, વડોદરા શહેર માં ભાજપમાં ગેંગ વોર ચરમ સીમા એ છે, એવીજ રીતે વડોદરા જિલ્લામાં મહિલા કાર્યકર્તા દ્વારા સોશ્યિલ મીડિયાના માધ્યમ દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખ પર ભ્રસ્ટાચારને લઇ ખુબ મોટા આક્ષેપ કરવામાં આવ્યા, બીજી બાજુ ભાજપના નેતાઓ વચ્ચેની આવી જ એક ગેંગ વોરના પરિણામે અમરેલીમાં પાયલ ગોટી નામની એક પાટીદાર દીકરી જે ભાજપના નેતાના ત્યાં નોકરી કરતી હતી અને આદેશના પાલન અનુસાર લેટરકાંડ નો ભોગ બની અને જેલવાસ ભોગવવો પડ્યો, નર્મદા જિલ્લામાં પણ ધારીખેડા સુગર મિલના ડિરેક્ટર પદ માટે ભાજપના નેતાઓ એક બીજાની સામે લડવા ઉભા થયા હતા, જૂનાગઢ જિલ્લો, રાજકોટ, ખેડા જિલ્લો કે પછી હાલમાં કેશોદ ખાતે લેટર કાંડ, આવા તો અસંખ્ય ઉદાહરણો છે, ગુજરાતની જનતાએ ભાજપને ખોબા ભરી મત આપી 156 ધારાસભ્યોની બહુમતી આપી, પછી બીજી પાર્ટીના ધારાસભ્યોની લૂંટ ફાટ કરી 161ની સંખ્યા પાર કરી. ગુજરાતની તમામ મહાનગર પાલિકાઓ ભાજપના હાથ માં છે, તો ભાજપના આ આંતરિક ગેંગ વોર અને વિખવાદોના લીધે વડોદરા, અમરેલી કે પછી ગુજરાતની જનતા કેમ પીસાય?
આજે ગુજરાતની જનતાના કામો પેન્ડિગ, રાશન કાર્ડની KYC હોય કે પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોર્મ લેવાની બાબત હોય, અધડી રાત થી જનતા લાઈન માં ઉભી રહે છે. દિવસે દિવસે મોંઘવારીનો માર, બેરોજગારી, દારૂ – ડ્રગ્સનું વધતું જતું ચલણ, બાળકીઓ પર મહિલાઓ પાર વધતા જતા દુષ્કર્મો, અસામાજિક તત્વોનો ખુલે આમ આતંક, તમામ પ્રકારના નવા નવા કાંડો, નકલીઓની ભરમાર, આ બધા વિષયોને બાજુ પર મૂકી ભાજપના ચૂંટાયેલા અને સંગઠનના નેતાઓ જનતા વિષયોની પરવા કર્યા વગર માત્ર સત્તા મેળવવાની લાલચ માં જનતાના કામો નેવે મૂકી માત્ર આંતરિક લડાઈ અને ગેંગ વોરમાં વ્યસ્થ છે. સરકાર અને સંગઠન વચ્ચે તાલમેલનો અભાવ, કોર્પોરેશન, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં ભાજપની ચૂંટાયેલી પાંખ અને સંગઠન વચ્ચે વારંવાર સત્તા માટે ચાલી રહ્યા છે યુદ્ધ વારંવાર જોવા મળતા પત્રિકા કાંડ, લેટર કાંડ, બેનર કાંડ, ભાજપની સત્તાએ તમામ હદો વટાવી છે.
ગુજરાતની જનતાને હવે વિચારવાનો સમય પાકી ગયો છે, ભાજપ માત્ર સત્તા ભૂખી પાર્ટી બની ચુકી છે, બહુમતીના જોરે એમની પાસે વિપક્ષ અને ગુજરાતની જનતા ને સાંભળવાનો સમય નથી, આશા વ્યક્ત કરીએ કે જનતા ભાજપની ભવાઈ જોઈને આગામી સમય માં સત્તા પરિવર્તન તરફ પોતાના અને રાજ્યના વિકાસ માટે વિચારશે.

(નિશાંત રાવલ)
પ્રવક્તા,
મો. 8347040002

संबंधित पोस्ट

છેલ્લા ૧૫ વર્ષમાં ગુજરાતની અનેક યુનિવર્સિટીમાં લાયકાત વગરના કુલપતિઓની ભાજપ સરકારે નિયુક્તિ કરી.

Karnavati 24 News

સંગઠન પર્વ અંતર્ગત પ્રદેશ કાર્યશાળાનું આયોજન

Karnavati 24 News

વલસાડ અભયમે વ્યસની પતિ પાસેથી 4 વર્ષના બાળકનો કબજો લઈ માતા સાથે મિલન કરાવ્યું

Karnavati 24 News

આપણે એક ઈંચ જેટલો વિકાસ કરી શક્યા નથી

Karnavati 24 News

बुध का गोचर: 28 दिसंबर को ग्रहों के राजकुमार राशि परिवर्तन करेंगे

Admin

नकदी के साथ पकड़े गए झारखंड कांग्रेस के 3 विधायक गिरफ्तार, पार्टी ने किया निलंबित

Karnavati 24 News
Translate »