– 2 મહિના પહેલા પણ પાકિસ્તાને 31 ભારતીય માછીમારોની ધરપકડ કરી હતી અને તેમની 5 બોટ જપ્ત કરી હતી.
નવી દિલ્હી તારીખ. 14 મે, 2022, શનિવાર
પાકિસ્તાને ભારતીય ફિશિંગ બોટ ‘અલ કિરમાની’ને જપ્ત કરી છે. પાકિસ્તાનની દરિયાઈ સુરક્ષા એજન્સીએ શુક્રવારે મોડી રાત્રે ભારત સાથેની દરિયાઈ સરહદેથી આઠ ક્રૂ મેમ્બરો સાથે ફિશિંગ બોટ જપ્ત કરી હતી.
એવી પણ આશંકા છે કે પાકિસ્તાની એજન્સીઓ દ્વારા ભારતીય માછીમારો પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન આ પહેલા પણ ઘણી વખત ભારતીય માછીમારોને નિશાન બનાવી ચૂક્યું છે.
પાણીમાં સીમાઓ જાણવી મુશ્કેલ હોવાથી માછીમારોને કસ્ટડીમાં લેવામાં આવે છે. બે મહિના પહેલા પાકિસ્તાને પણ 31 ભારતીય માછીમારોની ધરપકડ કરી હતી અને તેમની પાંચ બોટ જપ્ત કરી હતી.