ત્રણ વર્ષ પહેલા યુપીથી શાપર વેરાવળ આવેલ હોય અને હાલ રાજકોટમાં મજૂરી કામ કરતા યુવક પિયુષને કુંવર નામની યુવતી સાથે પ્રેમ થતાં બન્ને ઉત્તર પ્રદેશ ભાગી લગ્ન કર્યા હતા. બાદમાં યુવતીના પરિવારે પોલીસ ફરિયાદ કરતા પિયુષની ધરપકડ થઈ અને બન્ને રાજકોટ આવ્યા. જેલમાંથી છૂટી પિયુષ અને તેની પત્ની કુંવર રાજકોટ રહેતા કુંવરના પરિવારને પ્રેમ લગ્ન મંજુર ન હોય પિયુષ, તેની પત્ની કુંવર સાથે ઓફિસમાં બેઠા હતા ત્યારે સવારના સમયે કારમાં કુંવરના મામા, માસીનો દિકરો સહિતના શખ્સો ધસી આવ્યા હતા અને ઓફિસમાં ઘુસી પિયુષને આડેધડ ધોકા-પાઈપ વડે માર મારવા લાગ્યા હતા.આ વખતે ફરિયાદી અને તેની પુત્રી આરતી બચાવવા જતા તેમના પર પણ હુમલો કરી ઓફિસની બાર જ તેમને રોકી દેવામાં આવ્યા હતા. પિયુષને બેરહેમીથી માર માર્યા બાદ આરોપીઓ અલય ઉર્ફે કુંવરનું કારમાં અપહરણ કરી નાસી ગયા હતા. મળતી માહિતી અનુસાર મૂળ યુપીનો અને હાલ રાજકોટમાં રહેતા પિયુશને તેની પત્ની કુંવરના સંબંધી મળવાના બહાને ઓફિસે આવીને ત્રણ શખસોએ પીયુષને માર મારી મોતને ઘાટ ઉતાર્યો હતો અને તેની પત્નીનું અપહરણ કરી ગયા હતા.જેમાં પોલીસે ત્રણ શખ્સોની અમરેલીના બગસરા પાસેથી અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.પોલીસે ગુનામાં ઉપયોગમાં લેવાયેલ હથીયાર સહિત રૂ.૧.૨૨ લાખ કબજે કર્યા છે. પોલીસે અમરેલીના બગસરામાંથી ભોજા ઉર્ફે સીનો વિભાભાઈ વાલા, રાદેવ ઉર્ફે રાજભા જહેલભાઈ માલાણી અને વિહળ ઉર્ફે વિહા આલાભાઈ માલાણીની ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી કાર, મોબાઈલ અને ગુનામાં વપરાયેલ પાવડાના 3 હાથા મળી કુલ રૂા.૧.૨૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. હત્યાનો ભોગ બનનાર પીયુષ ઉર્ફે લાલો ગોયલ અગાઉ ત્રણેક વર્ષ પહેલા સગીર વયની અલય ઉર્ફે કુંવરને ભગાડી ગયો હતો. જે અંગે શાપર પોલીસમાં ગુનો દાખલ થતા પોલીસે તેની ધરપકડ કરી જેલહવાલે કર્યો હતો. દરમિયાન તે જેલમાંથી છુટ્યા બાદ અલય ઉર્ફે કુંવર સાથે લગ્ન કરી લીધા હતા. પરંતુ પીયુષની પત્ની કુંવરના સંબંધીઓને સારૂ નહીં લાગતા મનદુ:ખ રાખી પીયુષ જ્યાં રહતો હતો તે કારખાને જઈ તેની હત્યા કરી તેની પત્ની કુંવરનું અપહરણ કરી નાસી ગયા.
