સુરત જીલ્લાના અડીને આવેલા નેશનલ હાઈવે પર અકસ્માતની ઘટનાઓ રોજ બરોજ બનતી હોય છે ત્યારે ફરીએકવાર ઓલપાડ-સુરત રાજ્ય ધોરી માર્ગ ઉપર માસમા ગામપાસેના રોડ ઉપર એક કન્ટેનરના ચાલકે સાઈકલ સવારને અડફેટે લેતા ઘટના સ્થેળ જ મોત નીપજ્યું હતું. ઓલપાડ-સુરત રાજ્ય ધોરી માર્ગ ઉપર માસમા ગામપાસેના રોડ ઉપર એક કન્ટેનરના ચાલકે સાઇકલ સવારને અડફતે લેતા તેનું સારવાર દરમ્યાન મોત થયું છે. વિગત મુજબ મુળ રહે ઓરિસ્સા રાજ્યના ગંજામ જિલ્લાના વતની ક્રિષ્નાચંદ્ર હાડુબંધુ સાહુ(39)હાલ રહે.સિલ્વર કોમ્પલેક્ષ,રૂમ નં.04, માસમા ગામે રહી ટેક્ષટાઇલ યુનિટમાં કામ કરી પેટીયું રળતો હતો. ગત બુધવાર તા.27ના રોજ સાંજે 4.30 કલાકના સુમારે તે માસમા ગામની સીમમાં સિધ્ધનાથ એવેન્યુની સામેના કટ રોડ પાસેથી સાઇકલ હંકારી પસાર થઈ રહ્યો હતો. ત્યારે રોડ ઉપર દોડતા એક કન્ટેનર નં.GJ-12,BT-4250 ના ચાલક મંત્રી બાંકેલાલ બીંડ (યુ.પી)તેના કબજાનું કન્ટેનર પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી તેને સાયકલ સાથે પાછળથી અડફેટમાં લીધો હતો, જેથી સર્જાયેલા અકસ્માતમાં તે સાયકલ સાથે રોડ ઉપર પડી જતા તેને માથા તથા ડાબી આંખના ઉપરના ભાગે ઉપરાંત ડાબા પગે ગંભીર ઇજાઓ થઈ હતી. તેને સારવાર અર્થે સુરત ખાતેની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા તેનું રાત્રે નવ કલાકના સુમારે મોત થયું હતું.
