Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

સામાજિક અને શૈક્ષણિક સંકુલ બનાવવા માટે જમીન ફાળવવામાં આવતા સમગ્ર પ્રજાપતિ સમાજે મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો


સરકાર સાથે સમાજ પણ આવા સત્કાર્યોમાં  જોડાય છે, તો એ રાજ્ય અને દેશની વિકાસની ગતિ બમણી થતી હોય છે

(જી.એન.એસ) તા. 9

ગાંધીનગર,

સમસ્ત પ્રજાપતિ સમાજ ગુજરાત દ્વારા ઈપા ફાર્મ, શેરથા, ગાંધીનગર ખાતે સંમેલન યોજાયું હતું.આ કાર્યક્રમ અંતર્ગત સમસ્ત પ્રજાપતિ સમાજ ગુજરાતને શેરથા, ગાંધીનગર મુકામે સામાજિક અને શૈક્ષણિક સંકુલ બનાવવા માટે જમીન ફાળવવામાં આવી છે, જે અનુસંધાને ગુજરાતના તમામ પ્રજાપતિ પરિવારજનો દ્વારા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું.

          પ્રજાપતિ સમાજ ગુજરાત દ્વારા આયોજિત  કાર્યક્રમમાં  સંબોધન કરતા મુખ્યમંત્રી શ્રી એ જણાવ્યું હતું કે, સમાજ કેવી રીતે આગળ વધે એ માટે, હર હંમેશ સમાજના દરેક વ્યક્તિમાં સમાજ માટેની લાગણી હોય, સહયોગ હોય  અને સમાજ કેવી રીતે આગળ વધે એના માટેનો હર હંમેશ પ્રયત્ન કરેતો ચોક્કસ પરિણામ સારું મળી શકે છે. વિશ્વ નેતા અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીનો હંમેશાં  એક કાર્ય મંત્ર રહ્યો છે, “સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ” આ કાર્યમંત્ર થકી આપણે સૌએ આગળ વધવાનું છે. વડાપ્રધાન શ્રી ના સંકલ્પ અને જન ભાગીદારીથી સમાજના દરેક વર્ગ, દરેક સમાજને વિકાસની મુખ્ય ધારામાં લાવવા શિક્ષણ, આરોગ્ય, રોજગાર સર્જનની અનેક યોજનાઓનો સફળ અમલ કરાયો છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઈ મોદી હંમેશા કહે છે કે, શિક્ષણ સહિત વિકાસના કોઈપણ ક્ષેત્રમાં જ્યારે સરકાર સાથે સમાજ પણ આવા સત્કાર્યોમાં  જોડાય છે, તો એ રાજ્ય અને દેશની વિકાસની ગતિ બમણી થતી હોય છે.

પ્રજાપતિ સમાજે શેરથામાં સામાજિક અને શૈક્ષણિક ઉત્કર્ષના સંકુલ નિર્માણનો સંકલ્પ કરીને  વડાપ્રધાન શ્રીની  આ વાત સાકાર કરી છે. પ્રધાનમંત્રી શ્રીએ કન્યા શિક્ષણ અને ડેમોગ્રાફી ડિવિડન્ડ સમાન યુવા શક્તિને ઉચ્ચ શિક્ષણના ઉત્સવ અને શિક્ષણ સુવિધાઓ પૂરી પાડી છે.

મુખ્યમંત્રી શ્રી આ અવસરે પ્રજાપતિ સમાજને ઉલ્લેખિને જણાવ્યું હતું કે, પ્રજાપતિ સમાજ માટીને ઘાટ આપીને મૂલ્ય વર્ધન કરતો સમાજ છે, જે સમાજ માટીને ઘાટ આપીને  એની કિંમત વધારી શકતો હોય તે સમાજ  આપણા સમાજના જવાનોને જો ઘાટ આપશે તો એ સમાજનો કેટલો બધો ઉદ્ધાર થઈ શકે છે, ,આ માટે ફક્ત આપણે બધા સાથે મળીને જો કામ કરીશું તો સમાજની જે અપેક્ષા છે, એ અપેક્ષા માટે સરકાર હરહંમેશ સાથે છે. સમાજની આવનારી યુવા પેઢી  સમય અનુકુળ ઘડતર માટે સામાજિક શૈક્ષણિક સંકુલ સંકલ્પ કર્યો તે સમગ્ર પ્રજાપતિ સમાજને વિકાસની નવી દિશા આપશે, એવો તેમણે ચોક્કસ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

તેમણે આવશ્ય ઉપસ્થિત સર્વને વિશેષ જણાવ્યું હતું કે, આપણા સૌને એમ હોય કે, આપણે રાષ્ટ્ર માટે કેવી રીતે કામ કરીએ, રાષ્ટ્ર માટે શું કરી શકીએ છે, તે માટે વડાપ્રધાન શ્રી એ ત્રણ વસ્તુ ઉપર ભાર મૂક્યો છે. કે જેમાં કોઈ પૈસો લગાડવાનો નથી.  કોઈએ શું કર્યું છે જોવા જઈશું તો ક્યારેય આપણે આગળ નહિ વધી શકીએ, આપણે શું કરવું છે એનો વિચાર કરવા આપણે કરી, સ્વચ્છતાના આગ્રહી બનવા પર ભાર મૂક્યો હતો, વિશ્વ પર ગ્લોબલ વોર્મિંગનો જે ખતરો છે તેમાંથી નીકળવા માટેનો એક જ ઉપાય છે કે, આપણે ગ્રીન કવરેજ જેટલું વધારીશું એટલા ઝડપથી એની અંદરથી બહાર નીકળી શકાશે.આ માટે પણ એક ખુબ સરસ સંકલ્પ પ્રધાનમંત્રી શ્રી એ આપ્યો છે. જ્યાં પણ તમારી આસપાસ અનુકૂળ જગ્યા મળે  ત્યાં આપણે આપણા માતાના નામે એક વૃક્ષ વાવી શકીએ. અને ઉપસ્થિત દરેક વ્યક્તિને પાણીની કિંમત મગજમાં તો છે જ ,પણ છતાંય એની ઉપર કામ કરતી વખતે ક્યાંક ને ક્યાંક આપણે એની ઉપેક્ષા કરી દેતા હોઈએ છીએ. પ્રધાનમંત્રી શ્રી એ વરસાદનું ટીપે ટીપુ પાણી કેવી રીતે આપણે સંગ્રહ કરી શકીએ એના ઉપર પણ ભાર મૂક્યો છે, તો આ ત્રણ વસ્તુ આપણે રોજબરોજના જીવનમાં લાવીએ. કદાચ વરસાદનું પાણી આપણે બચાવવા માટે નો ઉપાય કરવાનું કાર્ય ન કરી શકીએ તે બરોબર છે,  પરંતુ જરૂરત વગર પાણીનો વ્યય ન કરતા આપણે પાણી ઓછું વાપરી આપણા જીવનમાં જ્યાં પાણીનો બગાડ  કરતા હોઈએ એ પણ જો બચાવી શકીએ તો ખૂબ મોટી વાત છે. આપણા માટે પાણી જરૂર છે, એ વાપરવાની ના જ ના હોય પણ પાણીનો વેડફાટ ન થાય એ પણ આપણી ફરજ છે.

અંતે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આજનો ગૌરવવંતો   આ કાર્યક્રમ છે, દરેક જણને પોતાને પોતાના સમાજ માટે ગૌરવ હોય, અને ગૌરવ વધારતો કાર્યક્રમ હોય તો આપણે સૌ સાથે મળી અને આ સમાજમાં આપણું સંકુલ જે તૈયાર થઈ રહ્યું છે, એ સંકુલમાં  બધા ભેગા થઈને વધુને વધુ  આપણે આપણા સમાજ માટે કરો તો તેમાં સરકાર તમારી સાથે છે, પ્રધાનમંત્રી શ્રી નો જે સંકલ્પ છે, વિકસિત ભારતનો અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત માટે આપણે સૌ સાથે મળી અને આગળ વધીએ એ જ વિશ્વાસ થી તેમણે પ્રજાપતિ સમાજ સર્વ લોકોને વિકસિત ભારતના સંકલ્પમાં સહર્ષ જોડાવા અનુરોધ કર્યો હતો.

संबंधित पोस्ट

જામનગરની ભાગોળે યુવાનની હત્યા નીપજાવનાર ત્રણેય આરોપી પકડાયા

Karnavati 24 News

 રાજ્યમાં કોવિડ પૂર્વે જ નર્સોની તંગી

Karnavati 24 News

સુરતમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરી નું કારખાનું ઝડપાયું , LCB ની ટીમે બે લોકોની અટકાયત કરી

Gujarat Desk

 દાહોદના સાંસદે દાહોદ વિસ્તારમાં સૈનિક સ્કૂલ ખોલવા રક્ષા મંત્રીને કરી રજૂઆત

Karnavati 24 News

આણંદના ઉમરેઠમાં 18 વર્ષની યુવતી પર દુષ્કર્મ આચર્યું

Gujarat Desk

સુરતમાં બનશે દેશનું પહેલું બુલેટ ટ્રેન સ્ટેશન જેનો આકાર હીરા આકાર જેવો હશે …

Karnavati 24 News
Translate »