રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી આપધાતની ઘટના બનાવો બની રહ્યા છે ત્યારે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં અભ્યાસ કરતી એન.આર.આઈ વિદ્યાર્થીનીએ હોસ્ટેલના છઠ્ઠા માળેથી પડતું મૂકીને શનિવારે વહેલી સવારે આપઘાત કરી લીધો હતો. ગાંધીનગર સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતી એન.આર.આઈ વિદ્યાર્થિનીએ શનિવારે વહેલી સવારે હોસ્ટેલના છઠ્ઠા માળેથી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ હતી ત્યારે આપઘાત કર્યાના સમાચાર મળતાની સાથે જ મેડિકલ કોલેજના ડીન અધિકારી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો તેમજ સ્થાનિક પોલીસને જાણ કરતા સેકટર-૭ પોલીસ ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી ત્યારબાદ મૃતદેહ ને પીએમ માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપી વધુ તપાસ 7 પોલીસે ચલાવી રહી છે. ત્યારે પોલીસ દ્વારા વિદ્યાર્થીની જે રૂમમાં રહેતી હતી તેમની તપાસ હાથ ધરી હતી તેમજ સુસાઇડ નોટ કે કોઈપણ ચીજ વસ્તુઓની પણ શોધખોળ હાથ ધરી હતી. સાથે જ ફોરેન્સિક તપાસ તેમજ મોબાઈલ તપાસ ને પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તેમજ આપઘાત પાછળ ના કારણો પણ પોલીસ દ્વારા શોધવામાં આવી રહ્યા છે.