(જી.એન.એસ) તા. 30
ગાંધીનગર,
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિએ ગાંધી નિર્વાણ દિવસે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પૂજ્ય બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
રાજભવન પરિસરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને રાજભવન પરિવારના તમામ અધિકારીઓ – કર્મચારીઓએ સવારે 11.00 વાગ્યે મૌન પાડીને પૂજ્ય બાપુને શ્રદ્ધાંજલિ અર્પી હતી.