ટેકાના ભાવે મગફળીની ખરીદી બાબતે ગુજકોમાસોલ અને તેના અધિકારીઓ પર ભ્રષ્ટાચારના આરોપ બાદ
(જી.એન.એસ) તા. 22
જુનાગઢ/ગાંધીનગર,
ગુજકોમાસોલ પર ગુજકોમાસોલ અને તેના અધિકારીઓ પર ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ભ્રષ્ટાચારના આરોપ ધારાસભ્ય અરવિંદ લાડાણીએ લગાવ્યા હતા જે બાદ ગુજકોમાસોલ ચેરમેન દિલીપ સંઘાણી એ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, મગફળીની ખરીદી પારદર્શક રીતે કરાઈ છે. બારદાન સંદર્ભે નાફેડની જવાબદારી છે. બારદાન આપવામાં મોડું થયેલું. બારદાન સંદર્ભે એક અધિકારીને સસ્પેન્ડ પણ કરાયા છે. આ સાથે દિલીપ સંઘાણીએ કહ્યું કે, ગુજકોમાસોલ એક કરોડનો બદનક્ષીનો દાવો કરશે.
દિલીપ સંઘાણીએ કહ્યું કે મને નરેન્દ્રસિંહે જણાવ્યું કે, આવા ખોટા આક્ષેપ કરીને વ્યક્તિગત અને ગુજકોમાસેલને જે રીતે બદનામ કરવામાં આવું છે. તેની સામે પરવાનગી આપો. નરેન્દ્ર સિંહે કોર્ટ સમક્ષ એક કરોડનો માનહાનિનો દાવો રજૂ કર્યો છે. અને મે તેને પરવાનગી આપી છે. અત્યાર સુધીમાં એક પણ ફરિયાદ આ પ્રકારની સામે આવી નથી. મે પહેલા પણ કહ્યું હતું કે, કોઈ પણ પ્રકારની ફરિયાદ હોય તો મણે જાણ કરજો. ગમે એટલા મોટા વ્યક્તિની મંડળી હોય અમે ક્ષણના વિલંબ વિના અમે પગલાં ભરીશુ. આ આક્ષેપો ફક્ત કેવા પ્રકારના થયા તે જોયા નથી. જો આમાં ઇન્ટરનલ તપાસની જરૂર પડશે તો તે અમે કરીશુ.