ભિષણ આગ:પોશીનાના ખંઢોરા(વાવડી) માં ઘરમાં આગ લાગતાં અનાજ સહિત ઘરવખરી ખાખ
પોશીનાના ખંઢોરાના વાવડી વિસ્તારમાં શુક્રવાર સાંજે અંગારી બલુભાઈ રામજીભાઈના કાચા ઘરમાં અચાનક વીજ વાયરમાં ફોલ્ટ થતાં આગ ફાટી નીકળતા ઘરવખરી અને અન્ય ચીજવસ્તુઓ, ઘઉં, બાજરી, મકાઈ જેવા(40)મણ જેટલું અનાજ નવીન લાવેલ બોરની મોટર સહિત ઘરમાં રહેલ તમામ ચીજ વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી.
બે કલાકની ભારે જહેમત બાદ આગ ઓલવાઈ હતી. ઘર માલિક બનાવના સમયે બહાર હોઇ અને તેમના પત્ની ખેતરમાં ગઇ હતી અને 3 બાળકો ઢોર ચરાવવા ગયા હોઈ સદનસીબે કોઈ જાનહાની થઇ ન હતી.