ખંભાળિયામાં ચાર રસ્તા નજીક ખાનગી ટ્રાવેલ્સ ચાલકે ઇકો ગાડીના માલિક ને માર મારી ઇજા પહોંચાડી દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડામથક ખાતે મિલન ચાર રસ્તા નજીક ગઈકાલે ઈકો ગાડીના ચાલક અને ખાનગી ટ્રાવેલ્સ સંચાલકે લોખંડના પાઇપ વડે માર મારી ઇજા પહોંચાડી ધાક ધમકી આપ્યાની સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે પોતાની ઈકો ગાડીમાં પેસેન્જર ભરતા ચાલકને આરોપીએ પેસેન્જર નહીં ભરવા અને જો પેસેન્જર ભરવા હોય તો રૂપિયા 50 આપવાનું કહી અન્યથા પેસેન્જર ખાલી કરી નાખવા જણાવી, પાઇપ વડે હુમલો કર્યો હોવાનું પોલીસમાં જાહેર થયું છે. ખંભાળિયા પોલીસ દફતરમાં નોંધાયેલી ફરિયાદની વિગત મુજબ શહેરના ટેલિફોન એક્સચેન્જ પાસે તાલુકા પંચાયત નજીક રહેતા વાલા ભાઈ દુલાભાઈ રૂડા નામના યુવાન ગઇકાલે બપોરે ત્રણેક વાગ્યે મિલન ચાર રસ્તા પાસે આવેલ ચોકડી નજીક પોતાની ગાડીમાં જામનગરના પેસેન્જર ભરતા હતા ત્યારે આરોપી નારણ સામત જામ ત્યાં આવી પહોંચ્યો હતો અને કહ્યું હતું કે જો તારે પેસેન્જર ભરવા હોય તો રૂપિયા 50 લાવ નહીં તો પેસેન્જર ખાલી કરી નાખ,જેની ઇકો ચાલકે કોઈ પ્રતિસાદ નહીં આપતા આરોપીએ ઈકો ગાડીમાં બેસાડીને બેસાડેલ પેસેન્જર ઉતારી દીધા હતા. ત્યારબાદ પોતાની મોમાઈ કૃપા નામની બસમાંથી લોખંડનો પાઈપ લઈ આવી, હુમલો કર્યો હતો. જેમાં ઇકો ચાલક અને હાથ પગ તથા જમણી આંખના ઉપરના ભાગે મારી આરોપીએ ઇજા પહોંચાડી હતી. માર માર્યા બાદ ‘જો તું બીજી વાર ઈકો ગાડીમાં પેસેન્જર બેસાડે તો જાનથી મારી નાખીશ’ તેવી ધમકી આપી આરોપી નાસી ગયો હતો. આ બનાવ બાદ સારવાર લીધા ઇકો ચાલકે આરોપી સામે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદની ગંભીરતાને ધ્યાને લઇ ખંભાળિયા પીએસઆઇ ઠાકરીયા સહિતના સાથે નાસી ગયેલા આરોપીની શોધખોળ હાથ ધરી છે.
