જામનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે ગ્રામ્ય વિસ્તારમાં ત્રણ મિમી થી લઈને 50 મિમી જેટલો વરસાદ થતાં નદીનાળાઓમાં પૂર આવ્યા હતા અને ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા જેને લીધે ખેડૂતોના ખેતરોની મોલાત માટે થઈને સારો વરસાદ હોય ખુશીનું મોજુ ફરી રહ્યું હતું જામનગર જિલ્લાના પીએસસી સેન્ટરોમાં છેલ્લા 24 કલાકમાં થયેલા વરસાદના આંકડા મુજબ જામનગર તાલુકામાં વસઈમાં 17મીમી, લાખા બાવળમાં 10 મીમી, મોટી બાણુગારમાં 10 મિમી, ફલ્લામાં 30 મિમી, જામ વંથલીમાં ત્રણ મિમી ધુતારપુરમાં પાંચ મીમી આલિયાબાડામાં 10 મિમી,વરસાદ પીએસસીમાં નોંધાયો હતો જ્યારે જોડિયા તાલુકાના હડિયાણા માં પાંચમીમી,બાલંભામાં 10 મિમી, પીઠડમાં 12 મિમી વરસાદ પીએસસીમાં નોંધાયો હતો. જ્યારે ધ્રોલ તાલુકાના પીએસસી સેન્ટરોમાં લતીપરમાં ત્રણ મીમી જાલીયા દેવાણી ના આઠ. મીમી વરસાદ નોંધાયો હતો જ્યારે કાલાવડ તાલુકામાં ભલસાણ બેરાજામાં 50મીમી, ખરેડીમાં 10 મિમી, નિકાવામાં 15 મીમી,મોટા વડાળામાં 10મીમી મોટા પાંચ દેવડામાં 25 મિમી,નવાગામમાં 20મીમી, વરસાદ પીએસસી સેન્ટરોમાં નોંધાયો હતો જ્યારે જામજોધપુર તાલુકામાં શેઠ વડાળામાં 20મીમી, જામવાડીમાં 14 મીમી, વાંસજાળિયામાં 16 મીમી ધુનડામાં સાતમીમી,મોટા ખડબા માં 30 મિમી, પરડવામાં 18 મીમી માં વરસાદ નોંધાયો હતો.જ્યારે. લાલપુર તાલુકામાં પીપરટોળામાં 10મીમી મોટા ખડબામાં 30મીમી, ભણગોર માં 6 મીમી, મોડપરમાં ચાર મીમી અને ડબાસણમાં ત્રણ મીમી વરસાદ પીએસસીમાં નોંધાયો હતો. આમ જોઈએ તો જામનગર જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં સારા વરસાદને લઈને ફરી પાછા એકવાર નદીઓમાં પૂર આવ્યા હતા