Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચાર

વડોદરા શહેરમાં કોરોના મૃત્યુ પામેલા બોગસ સર્ટી રજુ કરી સહાય મેળવનારા ઓની તપાસ સમિતિ વડોદરા આવી પહોંચી હતી

કોરોના દરમિયાન મૃત્યુ પામેલા દર્દીઓને કેન્દ્ર સરકાર તરફથી સહાય ચૂકવવાની કામગીરીમાં બોગસ સર્ટિફિકેટના આધારે અનેક લોકોએ સહાય મેળવી લીધી હતી જે અંગે નો મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો જે આધારે સુપ્રીમ કોર્ટે આરોગ્ય સમિતિ દ્વારા તપાસ કરાવવા હુકમ કર્યો હતો જેને ધ્યાનમાં રાખી આજે વડોદરા ખાતે કોરોનામાં મૃત્યુ પામેલા લોકોની તપાસ માટે ની આરોગ્ય સમિતિએ મુલાકાત લઇ જરૂરી માહિતી મેળવી હોવાનું જાણવા મળે છે. કોરોના મૃત્યુ પામેલા મૃતકના પરિવારજનોને હાલ સરકાર દ્વારા આર્થિક સહાય ચુકવવામાં આવી રહી છે. કોરોનાથી થયેલા મૃત્યુ પામેલા દર્દીઓ કરતાં અનેક ઘણા દર્દીઓને આર્થિક સહાય આપવામાં આવી છે. આ વચ્ચે તાજેતરમાં કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કબૂલ્યું હતું કે, ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળ અને આંધ્રપ્રદેશમાં કોરોનાના સૌથી વધુ નકલી મૃત્યુનું પ્રમાણપત્ર બન્યા છે. આ વચ્ચે આજે સુપ્રીમ કોર્ટની એક આરોગ્યની કમિટી વડોદરા આવી છે. જેઓએ કલેકટર કચેરી ખાતે વડોદરા જિલ્લા અને નર્મદા જિલ્લાની માહિતી મેળવી હોવાનું જાણવા મળે છે. કોરોનાથી થયેલા મૃત્યુમાં વળતર મેળવવા નકલી પ્રમાણપત્ર બનાવવા અને વળતરની અરજીની સમય મર્યાદા નક્કી કરવાના કેસમાં કેન્દ્ર સરકારે નકલી પ્રમાણપત્રોની રેન્ડમ તપાસ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પાસે કરાવવાનો સંકેત આપ્યો હતો. જેમાં જસ્ટિસ એમ. આર. શાહ અને જસ્ટિસ બી. વી. નાગરત્નની બેન્ચે સંકેત આપ્યો છે કે, કોરોનાથી મોતના મામલામાં અરજી માટે 60 દિવસ અને ભવિષ્યમાં કોરોનાથી થતા મોત માટે 90 દિવસની સમય મર્યાદા નક્કી થઈ શકે છે. હકીકતમાં સુપ્રીમ કોર્ટે કોરોનાથી મૃત્યુ પામનારા લોકોના કુટુંબીજનોને રૂ. 50 હજાર વળતર આપવાનો આદેશ કર્યો હતો જે બાદ દેશભરમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી તરફથી વળતર વહેંચવામાં આવી રહ્યું છે. તાજેતરમાં કેન્દ્ર સરકારે અનેક રાજ્યોમાં

संबंधित पोस्ट

‘પઠાણ’ની બેશર્મી સામે અસલી ભગવો ધ્રુજારો: કાં દ્રશ્યો કાપો, કાં કેસરિયા કરાશે

Admin

ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂની શહાદતને નમન કરવાના પુણ્યદિવસની ઉજવણી કરવામાં આવશે, બીજેપીના નેતાઓ જોડાશે

Karnavati 24 News

પહેલા કોંગ્રેસ ભારત જોડોની વાત પછી કરે પોતાની પાર્ટીને જોડે – રવિશંકર પ્રસાદે રાજકોટમાં કહી આ વાત

Admin

તાજમહેલમાં નમાજ અદા કરતા 4 પ્રવાસીઓની ધરપકડઃ CISFએ નમાજ અદા કરતા 4 પ્રવાસીઓને પકડ્યા, મસ્જિદ સમિતિએ કર્યો વિરોધ

Karnavati 24 News

કોરોનાની અરાજકતા વચ્ચે ચીનમાં નવો વાયરસ મળ્યો, 35 લોકો સંક્રમિત થયા

Karnavati 24 News

ભારત માં આ કેરી થી ખેડૂત લાખો રૂપિયા નો નફો કરે છે

Karnavati 24 News
Translate »