Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

ગુજરાત સ્થાપના દિનને લઇ ને પાટણના જૂના હયાત માર્ગો પર ડામરનું લેયર પાથરવામાં આવ્યું

ગુજરાતના ગૌરવ દિવસની ઉજવણીને લઇ પાટણ શહેરની કાયાપલટ કરવામાં આવી રહી છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા શહેરને નવા રંગરૂપ આપી જાણે તેની ખામીઓ ઢાંકતા હોય તેવી તૈયારીઓ કરવામાં આવી રહી છે. શહેરના રાજમાર્ગો પર ડામર પાથરી તેની સજાવટ શરૂ કરાઇ છે.

ઐતિહાસિક પાટણ નગરમાં ગુજરાતના 62મા સ્થાપના દિનની ઉજવણી પ્રસંગે રાજ્યપાલ, મુખ્યમંત્રી સહિત વિવિધ મંત્રીઓના કાફલાના વાહનો જે માર્ગો પરથી પસાર થવાના છે તેવા જૂના હયાત માર્ગો પર ડામરનું લેયર કરી તેની સજાવટ કરવામાં આવી રહી છે.

પાટણના યુનિવર્સિટી ગ્રાઉન્ડ તેમજ કોલેજ ગ્રાઉન્ડ ખાતે ગુજરાત સ્થાપના દિવસને લઈ વિવિધ કાર્યક્રમો યોજાવાના છે. ત્યારે હાલમાં ટીબી ત્રણ રસ્તાથી યુનિવર્સિટી, રાજમહેલ રોડને જોડતા અન્ય હયાત માર્ગો પર ડામરનું લેયર કરી તેની સજાવટ કરવામાં આવી રહી છે. જો કે શહેરના કોટ વિસ્તારમાં આજેપણ અનેક ઉબડખાબડ માર્ગો હોવા છતાં તેવા માર્ગોનું ધણા સમયથી સમારકામ તો ઠીક પરંતુ પાલિકાના સત્તાધિશો દ્વારા તેને જોવાની પણ તસ્દી લેવામાં આવી નથી.

એક તરફ હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે ત્યારે અસહ્ય ગરમીને કારણે શહેરના હયાત માર્ગો પર કરાયેલા ડામરનું લેયર સ્થાપના દિવસ પહેલા જ જો પીંગળી જાય તો આ રોડનો મેકઅપ ઉતરી જશે તેવી ચર્ચાઓ લોકોમાં જોવા મળી રહી છે. હાલમાં તો સ્થાપના દિવસની ઉજવણીને લઇ અસ્વચ્છ અને સુવિધાઓથી વંચિત પાટણ શહેર જાણે નવા રંગરૂપ ધારણ કરતું હોય તેમ તૈયારીઓ જોવા મળી રહી છે.

संबंधित पोस्ट

શિયાળામાં ડેન્ડ્રફની સમસ્યા વધે છે, જાણો તેની પાછળના સૌથી મોટા કારણો અને ઉપાયો

Admin

સમગ્ર ગાંધીનગર જિલ્લા મહેસૂલી વિસ્તારમાં બેફામ અને મનસ્વી રીતે લાઉડ સ્પીકર વગાડવા ઉપર પ્રતિબંધ

Admin

ડબલ ટેક્સ સામે સ્થાનિકોનો વિરોધ:ગાંધીનગર પાલિકાના મિલ્કતની ટ્રાન્સફર ફી લેવાના નિણૅય સામે નાગરિકોનો વિરોધ, સ્ટેમ્પ ડ્યુટીની સાથે મિલ્કત વેરો પણ લેવામાં આવતાં કમિશ્નરને રજૂઆત

Karnavati 24 News

 મહેસાણા જિલ્લા ફરી એકવાર દીપડો દેખવાની ફરિયાદ મળી

Karnavati 24 News

રેલવે PSU ચીફે ઘરને ‘સરકારી ગેસ્ટ હાઉસ’ બનાવ્યું, પોતે લેતા હતા 2 લાખનું ભાડું

Admin

ગુજરાતમાં મુસ્લિમ પરિવારે હિન્દુ બ્રાહ્મણ કન્યાનું ધામધૂમથી મામેરું ભરી માનવતા અને એકતાની મહેક પસરાવી

Admin