મોડાસા શહેરમાં એક સળગતો પ્રશ્ન ટ્રાફિકની સમસ્યા છે છેલ્લા ઘણા વર્ષોથી ટ્રાફિકની સમસ્યાને લઇને અનેક વખત રજુઆત કરવા છતાં કોઈ નિરાકરણ નથી આવ્યું. આ પહેલા તત્કાલીન ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા ને આ અંગે રજૂઆત કરવામાં આવી હતી ત્યારે તેઓએ પણ ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે ઘટતું કરવા માટે જણાવ્યું હતું, ત્યારબાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પત્રકાર પરિષદ કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાઇ હતી જેમાં પત્રકારોના સવાલમાં કલેક્ટરે જણાવ્યું હતું કે, ટ્રાફિકની સમસ્યાને લઈને મોડાસા પ્રાંત અધિકારીને સૂચના આપવામાં આવી છે, પણ મોડાસાની ટ્રાન્સપોર્ટની સમસ્યા ઠેરની ઠેર છે.
ઉત્તરાયણના તહેવારને લઈને મોડાસાના બજારો ધમધમી ઉઠયા હતા અને કોરોની ગાઇડલાઇન ના સરેઆમ ધજાગરા ઉડતા જોવા મળ્યા. આ વચ્ચે મોડાસામાંથી પસાર થઈ રહેલા અધિક કલેક્ટર પણ ટ્રાફિક માં ફસાઈ ગયા 15 મિનિટ સુધી તેઓ ની ગાડી ટ્રાફિક માં ફસાઈ ગઇ. અધિક કલેકટર આવતા તો આવી ગયા પણ કેવી રીતે બહાર નીકળવું તે અંગે તેઓને ચોક્કસથી ખ્યાલ આવી ગયો હશે કે ટ્રાફિકની સમસ્યા કેટલી હદે વધી છે. કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ બારોબાર બાયપાસ થી પોતાના નિવાસસ્થાન અને નિવાસસ્થાનથી કચેરીઓમાં જતા હોય છે ત્યારે સ્થાનિક લોકો કેવી હાલાકીનો સામનો કરવો પડે છે કદાચ તેઓને ખ્યાલ નહીં હોય. પણઅધિક કલેક્ટર જે રીતે ટ્રાફિકમાં ફસાયા તે કલેક્ટર સુધી તેમની વાત પહોંચાડે તો આ સમસ્યા અંગે મંથન થઇ શકે. બાકી તો પ્રજા પોતાનું કૂટી જ લે છે.