રાજ્યમાંથી માવઠાની અસર હટતા જામનગર સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં ફરી ઠંડીનો કાતિલ રાઉન્ડ શરૂ થયો છે. ઠંડીના વધતા જતા પ્રભુત્વને પગલે આજે જામનગરમાં 11 ડિગ્રી તાપમાન નોંધાતા જામનગર ઠુંઠવાયું હતું. ટાઢાબોળ વાતાવરણથી બચવા લોકોએ ગરમ વસ્ત્રો અને તાપણાનો પણ સહારો લીધો હતો. છેલ્લા 20 દિવસની સરખામણીએ જામનગરમાં આજે અને ગઈકાલે સૌથી વધુ ઠંડી નોંધાઈ છે. ગુજરાતમાંથી માવઠાની મોકાણનું જોર ઘટતા ઠંડીએ જોર પકડ્યું છે. જેને લઈને જામનગરમાં પણ ઠંડીમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળી રહ્યો છે. તાપમાનનો પારો સડસડાટ નીચે સરકતા ઠંડી એ માથું ઊંચક્યું છે. તંત્રના સત્તાવાર રીતે જાહેર થયેલ આંકડા મુજબ જામનગરમા આજે લઘુતમ તાપમાન 11 ડિગ્રી રહેવા પામ્યું હતું જ્યારે મહતમ તાપમાનનો પારો 23.5 ડિગ્રીએ અટક્યો હતો. વધુમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ 73 અને પવનની ગતિ 3.2 પતિ કિમિ રહેવા પામી હતી

previous post